India vs New Zealand: ઝડપી અને ઉછાળવાળી પીચ પર કીવી ટીમનો સામનો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર છે પરંતુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝને ભારતીય ટીમ માટે સૌથી મુશ્કેલ પડકાર માનવામાં આવી રહ્યો છે. બેસિન રિઝર્વની ફાસ્ટ અને ઉછાળવાળી પીચ પર કોહલી એન્ડ કંપનીની સાચી પરીક્ષા છે.
Trending Photos
વેલિંગ્ટનઃ દેશ-વિદેશમાં વિજય પતાકા ફરકાવનાર ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારથી બેસિન રિઝર્વની ફાસ્ટ પિચ પર પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે તો તેની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પડકાર હશે. રેન્કિંગમાં ટોપ પર રહેલી કોહલીની ટીમના 360 પોઈન્ટ છે અને કાગળો પર તેનું પલડુ ભારે લાગી રહ્યું છે. પરંતુ કેન વિલિયમ્સનની કીવી ટીમ સંયમની મૂડી છે જે આ પિચો પર ઉપયોગી સાબિત થશે. ન્યૂઝીલેન્ડ છેલ્લે માર્ગ 2017માં પોતાની ધરતી પર ટેસ્ટ સિરીઝ હાર્યું હતું. ત્યારબાદ તેણે 10માંથી 5 ટેસ્ટ જીતી છે.
ઓસ્ટ્રેલિયામાં 3-0થી હાર્યા બાદ ન્યૂઝીલેન્ડનો ઈરાદો જીતની રાહ પર વાપસીનો હશે જ્યારે ભારતીય ટીમ તે સાબિત કરવા ઈચ્છશે કે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયામાં મળેલી જીત તુક્કો ન હતો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીતવાની કળા તેને સારી રીતે આવડે છે.
વિપરીત દિશાથી આવતી હવાઓને કારણે બેસિન રિઝર્વ બોલરો અને બેટ્સમેનો બંન્ને માટે હંમેશા પડકારજનક રહ્યું છે. તેવામાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની નવી ઓપનિંગ જોડી ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરવા જઈ રહેલ કાઇલ જેમીસન જેવા ટોચના બોલરોનો સામનો કરવો છે.
ડાબા હાથના ફાસ્ટ બોલર નીલ વેગનરની ગેરહાજરીમાં ભારતીય મધ્યમક્રમે રાહતનો શ્વાસ લીધો હતો. વેગનર પ્રથમ બાળકના જન્મને કારણે બ્રેક પર છે. ન્યૂઝીલેન્ડ ટીમમાં ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ અને સ્પિનર એજાઝ પટેલમાંથી એકને જગ્યા મળશે.
કેપ્ટન કોહલી ટોસ જીતવા પર બોલિંગ પસંદ કરી શકે છે જેથી જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પિચથી મળનારી શરૂઆતી મદદનો ફાયદો ઉઠાવી શકે. કોહલીએ સ્વયં સ્વીકાર કર્યો છે કે, તેની ટીમે પિચને અનુકૂળ થવાની રાહ જોવી પડશે જ્યારે વિલિયમ્સનની ટીમ આ સંયમ માટે જાણીતી છે.
કોહલીએ કહ્યું, 'તેનાથી કોઈ ફેર પડતો નથી કે વિરોધી ટીમમાં કેટલો સંયમ છે, અમારે શાંતિ રાખવી પડશે. અમે તેમ તૈયારી ન કરી શકીએ કે ન્યૂઝીલેન્ડ પોતાના સંયમના દમ પર અમારા પર દબાવ બનાવી લે.'
ન્યૂઝીલેન્ડની ટીમ ચાર ફાસ્ટ બોલરો અને એક બોલર ઓલરાઉન્ડરની સાથે ઉતરી શકે છે જ્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ સ્પિનર આર અશ્વિનને ઉતારી શકે છે જેની પાસે રવિન્દ્ર જાડેજાથી વધુ વિવિધતા છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ઈજા બાદ ટ્રેન્ટ બોલ્ટ અને ભારતીય ટીમ ઈશાંતની વાપસીથી મજબૂત થઈ છે. ભારતીય ટીમનો વિશ્વાસ ટેકનિકલ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, કોહલી અને અંજ્કિય રહાણે પર હશે.
ટીમો
ભારતઃ વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા.
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમ્સન, ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, કાઇલ જેમીસન, ટોમ લાથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ટિમ સાઉદી, રોસ ટેલર, બીજે વાટલિંગ. મેચ શરૂ થવાનો સમયઃ સવારે 4 કલાકથી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે