T20 World Cup 2024: ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. કારણ કે ચક્રવાત બેરિલના એલર્ટના પગલે તમામ ફ્લાઈટ ત્યાં રદ કરાઈ છે. ભારતીય ખેલાડીઓની દેશમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે પરંતુ ચક્રવાત બેરિલના કારણે ટીમ બાર્બાડોસથી નીકળી શકતી નથી. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ એ આવ્યા છે કે બાર્બાડોસમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદના કારણે ત્યાં કરફ્યૂ લાગેલો છે.
Trending Photos
હાલમાં જ બાર્બાડોસમાં ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમાઈ ગઈ અને તેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રીકાને 7 રનથી હરાવી દીધુ. જો કે હવે ત્યારબાદ ટીમ ઈન્ડિયા એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. કારણ કે ચક્રવાત બેરિલના એલર્ટના પગલે તમામ ફ્લાઈટ ત્યાં રદ કરાઈ છે. ભારતીય ખેલાડીઓની દેશમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે પરંતુ ચક્રવાત બેરિલના કારણે ટીમ બાર્બાડોસથી નીકળી શકતી નથી. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ એ આવ્યા છે કે બાર્બાડોસમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદના કારણે ત્યાં કરફ્યૂ લાગેલો છે. આથી ટીમ ઈન્ડિયા હવે આજે પણ ત્યાંથી નીકળી શકે તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે.
ક્યારે પાછી ફરશે સ્વદેશ
ભારતીય ટીમ સોમવારે દુબઈ માટે બાર્બાડોસથી ન્યૂયોર્ક જવાની હતી અને પછી દુબઈથી ભારત પાછી ફરવાની હતી. પરંતુ ભારે પવનના કારણે ટીમ ઈન્ડિયા ત્યાંથી નીકળી શકી નથી. લેટેસ્ટ અપડેટ મુજબ બાર્બાડોસમાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદના પગલે વીજળી અને વોટર સપ્લાય પણ પ્રભાવિત થયા છે. ભારતીય ટીમ હાલ હોટલમાં હિલ્ટનમાં ફસાયેલી છે. પરંતુ છેલ્લે મળતી માહિતી મુજબ ભારતીય ટીમ મંગળવારે બાર્બાડોસના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગે રવાના થશે અને ભારતમાં બુધવારે સાંજે 7.45 વાગે દિલ્હીમાં લેન્ડ કરશે.
#WATCH | Barbados: Electricity and water supply affected as hurricane hits the country with strong winds and rain.
Team India and media from India stuck in Barbados as all flights cancelled because of the curfew. pic.twitter.com/NswPxkaWig
— ANI (@ANI) July 2, 2024
સૂર્યા-જયસ્વાલે શેર કર્યો વીડિયો
બાર્બાડોસથી સતત ભારતીય ટીમના ખેલાડીઓ તરફથી અલગ અલગ પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા હજુ પણ જીતની ઉજવણી કરી રહી છે. ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સમુદ્રના કિનારે ભારે પવન ફૂંકાતો જોઈ શકાય છે. વીડિયો સાથે સ્કાઈએ એક ફિલ્મનો ડાઈલોગ લખ્યો છે કે હવા તેજ ચાલી રહી છે દિનકર રાવ ટોપી સંભાલો. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ સ્ટોરી પર તેજ હવાનો એક વીડિયો શેર કર્યો છે.
રોબિન સિંહે પણ આપી અપડેટ
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રોબિન સિંહ પણ હાલ બાર્બાડોસમાં છે. તેઓ પણ તોફાન બેરિલના કારણે હોટલમાં ફસાયા છે. તેમણે સોશિયલ મીડિયામાં બાર્બાડોસમાં પોતાની હોટલથી કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. તેમણે કહ્યું કે પવન એટલો વધી ગયો છે કે તે ભયાનક થઈ ગયો છે. અમને અમારા રૂમમાં જવાનું કહેવાયું છે. ટીમ ઈન્ડિયાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે.
Wind picked up now. Worsening .. asked to go to our rooms. Team India too at breakfast. @T20WorldCup #HurricaneBeryl , @hiltonbarbados pic.twitter.com/DMZ5CcW6t2
— Robin Singh (@robinsingh1409) July 1, 2024
જય શાહે સાંત્વના આપી
ટીમ ઈન્ડિયા સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ પણ ફાઈનલ બાદથી બાર્બાડોસમાં જ છે. તેમણે આ મુદ્દે લેટેસ્ટ અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે, અમે સોમવાર માટે એક ચાર્ટર ફ્લાઈટની કોશિશ કરી રહ્યા હતા. એરપોર્ટ બંધ હોવાના કારણે તે વિકલ્પ લગભગ બંધ થઈ ચૂક્યો છે. અમે ચાર્ટર પ્લેનનું સંચાલન કરનારાઓના સંપર્કમાં છીએ પરંતુ હાલની સ્થિતિમાં કોઈ વિમાન અહીં ઉતરી શકે તેમ નથી કે ઉડાણ ભરી શકે તેમ નથી. અમે અમેરિકા કે યુરોપમાં ઈંધણ ભર્યા બાદ સીધા ભારત માટે ઉડાણ ભરવાનો પ્લાન કરી રહ્યા છીએ. પરંતુ મંગળવાર બપોર સુધી એરપોર્ટ બંધ રહે તેવી શક્યતા છે. જો હવામાનમાં સુધારો થશે તો તે તેના પહેલા પણ ખુલી શકે છે. ફ્લાઈટ સંચાલન શરૂ કરવા માટે પવનની ગતિ ઓછી હોવી જોઈએ. તમે પ્રકૃતિ સામે લડી શકો નહીં. આપણે રાહ જોવાની જરૂર છે.
In Barbados, at least 2 pleasure craft, and about 20 fishing vessels have been lost to Hurricane Beryl. In addition, many more fishing boats have been damaged in the storm surge, which accompanied the powerful hurricane - CBC Barbados.
📹 Biggie Irie pic.twitter.com/bvdbAHN4QU
— Volcaholic 🌋 (@volcaholic1) July 1, 2024
ક્યાં છે બાર્બાડોસ
બાર્બાડોસ એક કેરેબિયન દેશ છે. તેની ઉત્તરમાં સેન્ટ લૂસિયા, પશ્ચિમમાં સેન્ટ વિન્સેટ અને ગ્રેનેડાઈન્સ છે. બાર્બાડોસ એક નાનકડો ટાપુ છે. 2022ના રિપોર્ટ મુજબ તેની વસ્તી લગભગ 3 લાખ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે