પાકને ઝટકો, શ્રીલંકા ટીમના 10 ખેલાડીઓએ પ્રવાસનો કર્યો બહિષ્કાર

પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીની મુહિમને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને વિશ્વાસમાં લઈને લંકન ટીમની સાથે ઘરેલૂ સિરીઝનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ 10 શ્રીલંકાના ખેલાડીઓએ પ્રવાસનો બહિષ્કાર કરી દીધો છે. 
 

પાકને ઝટકો, શ્રીલંકા ટીમના 10 ખેલાડીઓએ પ્રવાસનો કર્યો બહિષ્કાર

કોલંબોઃ આતંકીસ્તાન બની ચુકેલા પાકિસ્તાનમાં કોઈ જવા ઈચ્છતું નથી. કારણ માત્ર એક- સુરક્ષા કોણ આપશે. જે દેશની સરકાર આતંકીઓને સમર્થન આપતી હોય, તે પાકિસ્તાને શર્મસાર થવાનું છે. હવે શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ પાકિસ્તાનનો બાયકોટ કરી દીધો છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે ક્રિકેટ સિરીઝ માટે પાકિસ્તાન જશે નહીં. 

આ ઘટનાક્રમથી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી માટે બેતાબ પાકિસ્તાનની મુહિમને ઝટકો લાગ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પરંતુ તેના 10 મહત્વના ખેલાડીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન પ્રવાસમાંથી પોતાનું નામ પરત લેનારા ખેલાડીઓમાં ટી20 આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. 

પ્રવાસ રદ્દ કે સ્થગિત, નિર્ણય હજુ નહીં
પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ પ્રવાસને રદ્દ કરવા કે સ્થગિત કરવાનો નિર્ણય હજુ લીધો નથી. ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. શ્રીલંકા બોર્ડે જણાવ્યું કે, શરૂઆતી ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી 6 મેચોની નિર્ધારિત ઓવરની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપવામાં આવી હતી. પરંતુ 10 ખેલાડીઓએ હટવાની ના પાડી છે. 

આ છે બાયકોટ કરનારા ખેલાડી
આ 10 ખેલાડીઓમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ સિવાય, નિરોશાન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, થિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા કલમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરૂણારત્ને સામેલ છે. 

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ સાથે કરી બેઠક
આ પ્રવાસને લઈને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓની આ ચિંતાઓને લઈને સોમવારે મહત્વની બેઠક કરી હતી. શ્રીલંકા બોર્ડ દ્વારા આપેલી અખબારી યાદી અનુસાર, બોર્ડે ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થા પર વાત કરી હતી અને સાથે ખેલાડીઓને તે વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી કે તે પોતે નક્કી કરે તેણે પાકિસ્તાનનો પ્રવાસ કરવો જોઈએ કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news