માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં પરંતુ ભારતના આ 5 ખેલાડી સતત 3 વાર શૂન્ય પર થયા છે આઉટ
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2-1થી હરાવી દીધી છે. આ સીરીઝમાં ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ત્રણેય મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યા નથી, અને શૂન્ય રન પર જ આઉટ થઈ ગયા. જેને લઈને સૂર્યકુમાર યાદવ ખૂબ ટ્રોલ થયા. પરંતુ સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના એકલા ખેલાડી નથી, જે સતત 3 વાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હોય.
Trending Photos
આજે અમે તમને સૂર્યકુમાર યાદવ સિવાય એવા 5 ખેલાડીઓ વિશે જણાવીશુ, જેઓ ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હોય. ભારતીય ટીમના 5 એવા ખેલાડી જે સતત 3 વખત ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા.
1. જસપ્રીત બુમરાહ
ભારતીય ક્રિકેટ ટીમના આ સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ પણ આ લિસ્ટમાં સામેલ છે. જસપ્રીત બુમરાહ છેલ્લા 9 મહિનાથી ઈજાગ્રસ્ત છે. અને તે ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે. જસપ્રીત બુમરાહે વર્ષ 2019માં ત્રણ વખતથી સતત ખાતુ ખોલ્યા વગર આઉટ થયા છે. જસપ્રીત બુમરાહ આમ તો બોલિંગના કારણથી જાણીતા છે. તેમણે 72 વન ડે મેચમાં 121 વિકેટ ખેરવી છે.
2. ઈશાંત શર્મા
આ યાદીમાં બીજા નંબર પર અન્ય એક બોલરનું નામ છે. ઈશાંત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના નિયમિત સભ્યોમાંથી એક છે. તે છેલ્લા 6-7 વર્ષથી ODI ક્રિકેટમાં સ્થાન મેળવી શક્યા નથી. તેણે ભારતીય ટીમ માટે 80 વનડેમાં 115 વિકેટ લીધી હતી. વર્ષ 2010-2011 દરમિયાન ભારતીય ટીમની શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથેની શ્રેણી દરમિયાન ઈશાંત શર્મા સતત 3 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો:
ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં, એશિયામાંથી છીનવાઈ શકે છે બાદશાહત
સાંસદ પદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીને બીજો ઝટકો, મળી સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ
રાશિફળ 28 માર્ચ: આ જાતકો આજે આર્થિક રીતે મજબૂત બનશે, ધન-સંપત્તિ, પ્રસિદ્ધિ વધશે
3. ઝહીર ખાન
ભારતનો ભૂતકાળનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ઝહીર ખાન પણ આ યાદીમાં સામેલ છે. ઝહીર ખાન 2011 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ભારતીય ટીમ માટે 200 વનડે રમી જેમાં 282 વિકેટ લીધી. વર્ષ 2003-04 દરમિયાન ઝહીર ખાન સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. ઝહીર ખાન પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે અને પછી પાકિસ્તાન સામે સતત બે વખત શૂન્ય પર આઉટ થયો હતો.
4. અનિલ કુંબલે
ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાન સ્પિનર અનિલ કુંબલે પણ આ યાદીમાં સામેલ છે. અનિલ કુંબલે ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે અન્ય બોલરોની સરખામણીમાં બેટિંગમાં પણ ઘણો સારો હતો. અનિલ કુંબલેએ ODI ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 271 મેચ રમી છે જેમાં તેણે 337 વિકેટ લીધી છે. 1996માં અનિલ કુંબલે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો.
5. સચિન તેંદુલકર
માત્ર ભારતીય ક્રિકેટ ટીમ જ નહીં, સમગ્ર વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં સામેલ છે. સચિન તેંડુલકરે ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારી છે. સચિન તેંડુલકર તેની કારકિર્દીના શરૂઆતના વર્ષમાં 1994માં સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. તે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 3 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.
આ પણ વાંચો:
કપરા સમય માટે રહો તૈયાર...ભારતમાં ગરમીના કારણે માનવજાતિના અસ્તિત્વ પર જોખમ!
ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 301 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં સૌથી વધુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે