IND vs SA T20: સાઉથ આફ્રિકા સામે ટી20 માં મોટું હથિયાર બનશે આ પ્લેયર, ગણતરીના બોલમાં પલટી શકે છે આખી મેચ
IND vs SA T20: IPL સીઝન પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટી20 મેચ રમશે. 9 જૂનથી દિલ્હીમાં ટી20 સીરિઝની શરૂઆત થઈ રહી છે. ત્યારે ટીમ ઇન્ડિયામાં એક એવો પ્લેયર છે, જે ગણતરીના બોલમાં જ આખી મેચ પલટી શકે છે.
Trending Photos
IND vs SA T20: IPL સીઝનમાં ઘણા ભારતીય પ્લેયરોએ શાનદાર પર્ફોમન્સ દેખાળ્યું છે. હવે ભારતયી ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચ સીરિઝ રમાવવા જઈ રહી છે. 9 જૂનથી દિલ્હીમાં ટી20 સીરિઝની શરૂઆત થઈ રહી છે. ત્યારે ભારતીય પીચ હંમેશાથી સપાટ રહી છે. જ્યારે પણ કોઈ વિદેશી ટીમ અહીં રમવા માટે આવે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેમ કે વિદેશમાં ઘાસવાળી પીચ બનાવવામાં આવે છે. સપાટ પીચ હંમેશાથી સ્પિનર્સ માટે મદદગાર સાબિત થઈ છે. આ પીચ પર પોતાનો કમાલ દેખાડવા માટે ભારત પાસે એક મજબૂત બોલર છે. આવો જાણીએ આ પ્લેયર વિશે...
વર્લ્ડ કપ 2019 બાદ કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયામાં પોતાની સ્થાઈ જગ્યા બનાવી શક્યો નથી. ત્યારે કુલદીપ યાદવના રૂપમાં ભારત પાસે પહેલો એક એવો ચાઈનામેન બોલર છે. જે ગણતરીના બોલમાં આખી મેચ પલટી શકે છે. કુલદીપ યાદવ ખુબ જલદી પોતાની ઓવર પૂર્ણ કરી લે છે અને તે ઘણી ફાયદાકારક પણ સાબિત થાય છે. સારું પ્રદર્શન કરી કુલદીપ ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરવા માગે છે. ત્યારે આઇપીએલ 2022 માં કુલદીપ યાદવે પોતાની રમતથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. તણે દિલ્હી કેપિટલ્સ તરફથી રમી બેટ્સમેન પર પોતાની એક મજબૂત પકડ બનાવી રાખી હતી.
આઇપીએલ 2022 ની 14 મેચમાં કુલદીપ યાદવે 21 વિકેટ ઝડપી પાડી હતી. જે આઇપીએલ સીઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. કુલદીપના બોલ રમવા કોઈપણ ખેલાડી માટે સરળ નથી. જો કે, કુલદીપ યાદવ જ્યારે યુજવેન્દ્ર ચહલ સાથે મેદાનમાં ઉતરે છે, ત્યારે તેનું પ્રદર્શન શાનદાર જોવા મળે છે. બંને ખેલાડીઓએ પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી મેચ જીતાડી છે. કુલદીપ યાદવ મિડલ આવર્સમાં ઘણો ઘાતક બોલર સાબિત થાય છે. તેની પાસે તે કળા છે કે તે કોઈપણ બેટ્સમેનની વિકેટ ઝડપી શકે છે.
ટી20 વર્લ્ડની તૈયારીઓને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા સામેની આ સીરિઝ ઘણી મહત્વની છે. કુલદીપ યાદવ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે 7 ટેસ્ટ મેચમાં 26 વિકેટ, 66 વન ડે મેચમાં 109 વિકેટ અને 59 ટી20 મેચમાં 61 વિકેટ ઝડપી પાડી છે. કુલદીપ યાદવ પાસે ઘણી પ્રતિભા છે. તેના બોલને સમજવું એટલું પણ સરળ નથી. તેથી તે જલદી વિકેટ ઝડપી શકે છે અને ગણતરીના બોલમાં આખી મેચ પલટી શકે છે.
સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતની ટી20 ટીમ
લોકેશ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઈસ કેપ્ટન, વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, વેન્કટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વ કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે