IPL 2022 Hardik Pandya: ફાઈનલમાં ગુજરાતની જીત પાક્કી? હાર્દિક પંડ્યાનો આ રેકોર્ડ આપી રહ્યો છે જીતનો સંકેત!

IPL 2022 Hardik Pandya: આઇપીએલ 2022 માં ગુજરાત ટાઈટન્સ શાનદાર ફોર્મ જોવા મળી છે. ત્યારે એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યા પાંચમી વખત આઇપીએલ ફાઇનલ રમશે. જો કે, આ અગાઉ હાર્દિક પંડ્યા જેટલી પણ આઇપીએલ ફાઈનલ રમ્યો છે તે તમામમાં જીત હાંસલ કરી છે.

IPL 2022 Hardik Pandya: ફાઈનલમાં ગુજરાતની જીત પાક્કી? હાર્દિક પંડ્યાનો આ રેકોર્ડ આપી રહ્યો છે જીતનો સંકેત!

IPL 2022 Hardik Pandya: આઇપીએલ 2022 સીઝન તેના અંતિમ તબક્કામાં છે. આવતીકાલે (રવિવાર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રિમિયર લિગ 2022 ની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાશે. બંને ટીમે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે અને હવે ખિતાબ જીતવાની નજીક છે. અંતિમ મેચમાં ભાગ્ય કોનું સાથ આપે છે તેના પર સૌ કોઈની નજર છે. પરંતુ જો ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યાના રેકોર્ડ જોઇએ તો આઇપીએલ ફાઈનલમાં તેણે હંમેશા જીત હાંસલ કરી છે.

જો કે, આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા આ સીઝનમાં બે નવી ટીમને જોડવામાં આવી હતી. જેમાં એક લખનઉ સુપર જાયન્ટ્સ અને બીજી ગુજરાત ટાઈટન્સ છે. ત્યારે ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. આઇપીએલ સીઝનમાં એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાત ટાઈટન્સ તેની ડેબ્યુ સીઝનમાં જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જો કે, હાર્દિક પંડ્યા માટે આ પહેલી આઇપીએલ ફાઈનલ નથી. તે આ પહેલા ચાર આઇપીએલ મેચ રમી ચૂક્યો છે અને ગજબની વાત તો એ છે કે તેણે ચારેય ફાઈનલ મેચમાં જીત હાંસલ કરી છે.

જો કે, ગુજરાત ટાઈટન્સ ટીમની કમાન સંભાળ્યા પહેલા હાર્દિક પંડ્યા અગાઉની ચાર આઇપીએલ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે હતો, જ્યાં તેણે ચાર વખત ખિતાબ જીત્યો. હાર્દિક પંડ્યાએ 2015 માં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં ડેબ્યુ કર્યું ત્યારથી તે મુંબઇ સાથે જ રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ સાથે હાર્દિક પંડયાએ 2015, 2017, 2019 અને 2020 માં આઇપીએલ ટ્રોફી જીતી હતી. જો કે, હવે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન છે અને તેની આગેવાનીમાં ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ત્યારે હવે હાર્દિક પંડ્યાનો પ્રયત્ન રહેશે કે તે ઇતિહાસ રચે અને પોતાની ટીમને ખિતાબ જીતાડવાની સાથે સાથે આઇપીએલ ફાઈનલ જીતવાનો પોતાનો રેકોર્ડ પણ જાળવી રાખો. જો કે, એક બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની આ સીઝનની વાત કરીએ તો તે શાનદરા ફોર્મમાં છે. બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની આ સીઝન અત્યાર સુધીની બેસ્ટ સાબિત થઈ છે. તેણે અત્યાર સુધીમાં 14 મેચમાં 543 રન બનાવ્યા છે. જેમાં તેની સરેરાશ 45 કરતા પણ વધુ રહી છે. હાર્દિક પંડ્યાના નામે આ સીઝનમાં 4 અર્ધસદી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news