Christian Ericsson Collapsed On The Field: મેદાન પર અચાનક બેભાન થઈ પડી ગયો ક્રિશ્ચન ઇરિક્સેન, CPR અપાયું, ડેનમાર્ક vs ફિનલેન્ડ મેચ સસ્પેન્ડ
ડેમાર્કના દિગ્ગજ મિડફીલ્ડર ક્રિશ્ચન ઇરિક્સન અચાનક મેદાન પર બેભાન થઈને પડી ગયો. આ મેચ ફિનલેન્ડ અને ડેનમાર્ક વચ્ચે રમાઈ રહી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ યૂરો કપ-2020ના એક મુકાબલા દરમિયાન તે સમયે બધાના શ્વાસ રોકાય ગયા, જ્યારે ડેમાર્કના દિગ્ગજ મિડફીલ્ડર ક્રિશ્ચન ઇરિક્સન અચાનક મેદાન પર બેભાન થઈને પડી ગયો. આ મેચ ફિનલેન્ડ અને ડેનમાર્ક વચ્ચે રમાઈ રહી હતી. ઇનરિક્સ મેદાન પર બેભાન થઈને પડી ગયો તો બન્ને ટીમોના ખેલાડીઓ અને ફીલ્ડ રેફરીએ મેચ રોકી મેડિકલ સહાયતા ઉપલબ્ધ કરાવી. તેને મેદાન પર સીપીઆર આપવામાં આવ્યું અને પછી સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો.
મેચને તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ ઘટના પ્રથમ હાફ પૂરો થવાની થોડી મિનિટો પહેલા બની હતી. એરિક્સન મેદાનના કિનારા પાસે જમીન પર પડી ગયો. ઈંગ્લિશ રેફરી એંથની ટેલરે મેડિક્સને પિચ પર બોલાવ્યા અને એરિક્સનની લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી. તેની ટીમના સાથીઓએ તેને ગોપનીયતા આપવા માટે તેની ચારે તરફ એક દીવાલ બનાવી કારણ કે મેડિક્સે તેની સારવાર કરી હતી.
Following the medical emergency involving Denmark's player Christian Eriksen, a crisis meeting has taken place with both teams and match officials and further information will be communicated at 19:45 CET.
The player has been transferred to the hospital and has been stabilised.
— UEFA EURO 2020 (@EURO2020) June 12, 2021
એરિક્સનને હોસ્પિટલ ખસેડાયો
આ ઘટના બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર એરિક્સનના જલદી સાજા થવાની દુવા કરી રહ્યાં છે. તેની ટીમના સાથી ખેલાડીઓ પણ આ ઘટના બાદ શોકમાં છે અને તેની આંખોમાંથી આંસુ જોવા મળી રહ્યા હતા. લગભગ 15 મિનિટ ચાલેલી સારવાર બાદ એરિક્સનને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. યૂરો તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે એરિક્સનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે