Under-19 Asia Cup: ભારતે એકતરફી મેચમાં શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું, 8મી વખત ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો
શ્રીલંકાના 107 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી ઓપનર અંગક્રિસ રઘુવંશીએ અણનમ 56 અને શેખ રશીદે અણનમ 31 રન બનાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 9 વિકેટે હરાવી દીધું છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કર્યું હતું. જેમાં 50ને બદલે 38 ઓવરની આ મેચમાં ભારતે શ્રીલંકાને 9 વિકેટના નુકસાન પર માત્ર 106 રન બનાવવા દીધા હતા. તેના જવાબમાં ભારતે માત્ર 21.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ટીમ ઈન્ડિયા બની એશિયા કિંગ
શ્રીલંકાના 107 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી ઓપનર અંગક્રિસ રઘુવંશીએ અણનમ 56 અને શેખ રશીદે અણનમ 31 રન બનાવ્યા હતા. આ સિવાય ભારતને એકમાત્ર આંચકો હરનૂર સિંહ (5)ના રૂપમાં મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સાથે જ પાકિસ્તાનની ટીમને અંતિમ 4માં શ્રીલંકા સામે હાર મળી હતી.
બોલરોનો કમાલ
ભારતે શાનદાર બોલિંગના સહારે શુક્રવારે અહીં વરસાદથી પ્રભાવિત અંડર-19 એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાની ઇનિંગ્સને 9 વિકેટે 106 રન પર રોકી દીધી હતી. સવારના વરસાદ બાદ ફાસ્ટ બોલરો માટે પરિસ્થિતિ અનુકૂળ હતી પરંતુ શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર જોડી રાજવર્ધન હંગરગેકર અને રવિ કુમારે નવા બોલ સાથે સારી શરૂઆત કરી હતી. જોકે, હંગરગેકરને નસીબે સાથ આપ્યો નહોતો. ડાબોડી ફાસ્ટ બોલર રવિએ ચોથી ઓવરમાં ચામિંડુ વિક્રમસિંઘેને આઉટ કરીને મેચની પ્રથમ વિકેટ મેળવી હતી. ડાબોડી ઓપનરે મિડ-વિકેટ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ થર્ડ મેન પર ઉભેલા રાજ બાવાના હાથમાં ગયો.
રેકોર્ડમાં 8 એશિયા કપ ટાઈટલ જીતનારી ભારતીય ટીમ આ સમગ્ર ફાઈનલમાં પોતાના વિરોધી ટીમ પર ભારે રહી હતી. હેંગરગેકર પ્રથમ 10 ઓવરમાં સૌથી પ્રભાવશાળી ઝડપી બોલર હતો. તેની ઝડપી ગતિના કારણે બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે