India vs Sri Lanka: ટી20 આંતરરાષ્ટ્રીયમાં મોટા રેકોર્ડથી માત્ર એક રન દૂર છે કોહલી
કોહલી અને રોહિતમાં આ રેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હવે રોહિત આ સિરીઝમાં નથી તેથી કોહલી પાસે તેની આગળ નિકળવાની શાનદાર તક છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) ટી20 આંતરરાષ્ટ્રીયમાં (T20I) એક મોટા રેકોર્ડથી માત્ર એક રન દૂર છે. રવિવારે શ્રીલંકા વિરુદ્ધ (India vs Sri Lanka) ટી20 સિરીઝની પ્રથમ મેચમાં એક રન બનાવતા કોહલી રોહિત શર્માને (Rohit Sharma) પાછળ છોડીને T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા 2633 રનની સાથે બરાબરી પર છે. રોહિતને શ્રીલંકા વિરુદ્ધ આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે કોહલીની પાસે પોતાની ટીમના સાથી ખેલાડીની આગળ નિકળવાની તક છે.
કોહલીએ 75 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની 70 ઈનિંગમાં 52.66ની એવરેજથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 24 અડધી સદી ફટકારી છે. તો રોહિતે 104 મેચ રમી છે અને 32.10ની એવરેજથી રન બનાવ્યા છે. તેણે ચાર સદી અને 19 અડધી સદી ફટકારી છે.
કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાછલા મહિને રમાયેલી ટી20 સિરીઝમાં ખુબ સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ મેચમાં અણનમ 94 રન બનાવ્યા ત્યારબાદ ત્રીજી મેચમાં 29 બોલમાં 70 રનની દમાકેદાર ઈનિંગ રમી હતી. કોહલી ઈચ્છશે કે શ્રીલંકા વિરુદ્ધ પણ તેનું આ ફોર્મ ચાલું રહે. આ વર્ષે યોજાનારા ટી20 વિશ્વકપ પહેલા ભારતીય ટીમ માટે આ સિરીઝ તૈયારીનું નિરીક્ષણ કરવાની એક તક હશે.
ભારતે આ સિરીઝ પહેલા બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝને ટી20 સિરીઝમાં પરાજય આપ્યો હતો. કોહલીની આગેવાની વાળી ટીમ ઈચ્છશે કે શ્રીલંકા વિરુદ્ધ પણ આ જીતનો સિલસિલો બન્યો રહે.
વર્લ્ડ ટી20 2016 બાદ ભારતનું T20Iમાં પ્રદર્શન
ભારતે વર્લ્ડ ટી20 2016 બાદથી અત્યાર સુધી કુલ 53 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં તેને 34માં જીત તો 17 મેચમાં હાર મળી છે. બે મેચનું પરિણામ આવ્યું નથી. ઘરઆંગણે ભારતે 24માંથી 16 મેચ જીતી છે, જ્યારે 8માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો વિદેશી મેદાનો પર તેણે 29માંથી 18 મેચ જીતી, 9 હારી અને બે મેચનું પરિણામ આવ્યું નથી. ભારતની જીતની એવરેજ દરેક જગ્યાએ 66.66ની રહી છે.
ભારતીય ટીમનો શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં રેકોર્ડ શાનદાર છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધ છ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ છે, તેમાંથી ભારતે પાંચમાં જીત હાસિલ કરી અને એક સિરીઝ ડ્રો રહી છે. એટલે કે ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ અજેય રહી છે. શ્રીલંકાએ ભારતને છેલ્લે કોઈ ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં વર્ષ 2016માં હરાવ્યું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે