બોલરો પર ગુસ્સે થયો કોહલી, કહ્યું- 4 ઓવરમાં 75 રન ન બચાવી શકો તો હારના હકદાર
કોહલીએ કહ્યું, અંતિમ ચાર ઓવરોમાં ટીમના બોલરોએ ખરાબ બોલિંગ કરી હતી. જો તમે અંતિમ ચાર ઓવરમાં 75 રન ન બચાવી શકો તો મને ખ્યાલ નથી કે 100 રન પણ બચાવી શકશે કે નહીં.
Trending Photos
બેંગલુરૂઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સતત પાંચમી હાર બાદ કેપ્ટન કોલહીએ બોલરો પર નિશાન સાધતા કહ્યું કે, આ 'અસ્વીકાર્ય' પ્રદર્શન બાદ અમે પોઈન્ટ ટેબલમાં જ્યાં છીએ ત્યાંના હકદાર છીએ.
કોહલીએ કહ્યું, 'અંતિમ ચાર ઓવરોમાં ટીમના બોલરોએ ખરાબ બોલિંગ કરી છે.' જો તમે અંતિમ ચાર ઓવરમાં 75 રન ન બચાવી શકો તો મને નથી ખ્યાલ કે 100 રન પણ બચાવી શકશે કે નહીં.
કોહલીએ કહ્યું, આ સિઝનમાં આજ અમારી કહાની રહી છે. જો તમે અંતિમ મહત્વની ઓવરોમાં દમદાર બોલિંગ ન કરી શકો તો રસેલ જેવા પાવર હિટરની સામે હંમેશા મુશ્કેલી થવાની છે.
બેંગલોરે કેપ્ટન વિરાટ કોહલી (84), એબી ડિવિલિયર્સ (63)ની શાનદાર ઈનિંગની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને આ સિઝનમાં પોતાની પ્રથમ જીતને લઈને ટીમમાં વિશ્વાસ હતો, પરંતુ રસેલે પોતાના તોફાની અંદાજનો પરિચય આપતા કોલકત્તાને જીત અપાવી હતી.
કોહલીએ કહ્યું, હું જ્યારે આઉટ થયો, ત્યારે ખુશ ન હતો. 20-25 રન વધુ બની શકતા હતા. અંતિમ ઓવરમાં એબીને વધુ સ્ટ્રાઇક ન મળી. મને લાગે છે કે, જેટલા રન અમે બનાવ્યા તે ઘણા હતા. અમે માનસિક રીતે વધુ સંતુલિત ન હતા.
રસેલે માત્ર 13 બોલમાં 48 રન બનાવીને કેકેઆરને યાદગાર જીત અપાવી જ્યારે બેંગલુરૂની પાંચ મેચોમાં પાંચમી હાર છે. કોહલીએ કહ્યું, જો તમે અંતિમ ઓવરમાં હિંમત અને સંવેદનશીલતાની સાથે બોલિંગ નહીં કરો તો રસેલ જેવા પાવર હિટર્સની વિરુદ્ધ બોલિંગ કરવી હંમેશા મુશ્કેલ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે