વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ચહલને આરામ, અશ્વિન, લોકેશ રાહુલની એન્ટ્રી
વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમશે.
Trending Photos
નવી દિલ્લી: વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની 18 સભ્યોની સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચની આ સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટી-20 કે વન-ડે સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.
બીજા કોને આરામ અપાયો:
વિરાટ કોહલી ઉપરાંત વન-ડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને પણ ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામે વન-ડેમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તો લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલને પણ આરામ આપવામાં આવ્યો છે.
કોની ટીમમાં એન્ટ્રી થઈ:
યુઝર્વેન્દ્ર ચહલની જગ્યાએ રવિ બિશ્નોઈની ટીમમાં એન્ટ્રી થઈ છે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની પણ ટીમમાં વાપસી થઈ છએ. તે સિવાય સ્ક્વોડમાં સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ પસંદ કરવામાં આવ્યો છે. તો લોકેશ રાહુલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે કુલદીપ યાદવ અને લોકેશ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.
કોહલીને કેમ આરામ આપ્યો તેનો કોઈ જવાબ નહીં:
વિરાટ કોહલીને ટી-20 સિરીઝમાં આરામ આપવા અંગે સિલેક્શન કમિટીએ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કમિટિએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પૂછીને જ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ બે મહિનામાં કોહલીને બીજીવાર આરામ આપવામાં આવ્યો છે. આ પહેલાં તેણે આઈપીએલ પછી સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમી નહોતી.
ઉમરાન મલિકને તક નહીં, અર્શદીપને જગ્યા:
ટીમ ઈન્ડિયાના યંગ પેસ સેન્સેશન ઉમરાન મલિકને ટી-20 સ્ક્વોડમાં જગ્યા મળી નથી. પરંતુ સિલેક્શન કમિટીએ તેની જગ્યાએ યુવા અર્શદીપ સિંહને તક આપવામાં આવી છે. તેણે ઈંગ્લેન્ડમાં ટી-20 સિરીઝની પહેલી મેચ રમી હતી. આ તેની ડેબ્યુ મેચ હતી. જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝનો કાર્યક્રમ:
પહેલી ટી-20 મેચ, 29 જુલાઈ
બીજી ટી-20 મેચ, 1 ઓગસ્ટ
ત્રીજી ટી-20 મેચ, 2 ઓગસ્ટ
ચોથી ટી-20 મેચ, 6 ઓગસ્ટ
પાંચમી ટી-20 મેચ, 7 ઓગસ્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે