World Cup: વસીમ અકરમને આશા, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કેપ્ટન સરફરાઝ અહમદને સલાહ ાપી છે કે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની ટીમમાં કોઈ ફેરફાર ન કરે.
Trending Photos
બર્મિંઘમઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કેપ્ટન સરફરાઝ અહમદને સલાહ આપી છે કે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની ટીમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરે. દક્ષિણ આફ્રિકાને છેલ્લી મેચમાં 49 રનથી પરાજય આપીને પાકિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
અકરમને તે આશા છે કે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમ 1992ના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે. તે વિશ્વકપમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ એકપણ મેચ ન હારી અને ફરી પાકિસ્તાને તેને ક્રાઇસ્ટચર્ચમાં સાત વિકેટે પરાજય આપ્યો હતો.
જીયો ટીવીએ અકરમના હવાલાથી જણાવ્યું, ''તે 1992મા પણ અમારો સામનો કર્યા પહેલા અજેય હતી અને પછી અમે મેચ જીતી. તે આ વખતે પણ એક મેચ હાર્યું નથી અને મને આશા છે કે અમે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું, પરંતુ તેમ કરવા માટે પ્લેયરોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.
અકરમે કહ્યું, છેલ્લી મેચમાં વિજય મેળવનારી ટીમમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તે ઈચ્છે છે કે પાકિસ્તાન પોતાની ફીલ્ડિંગને સારી કરી, ખાસ કરીને કેચિંગ જે આ વિશ્વકપમાં ખરાબ રહ્યું છે. પાકિસ્તાને અત્યાર સુધી છ મેચોમાં કુલ 14 કેચ છોડ્યા છે. અકરમે કહ્યું, અમે ટૂર્નામેન્ટમાં 14 કેચ છોડ્યા છે. વિશ્વ કપમાં કેચ છોડવાની યાદીમાં આપણે ટોપ પર છીએ જે એક સારો સંકેત નથી. આ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ આપણે તેનો હલ કાઢવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે