છેલ્લી ઓવરમાં 20 રન ન બચાવી શક્યું પાકિસ્તાન, છક્કા-ચોક્કાવાળી આ ઓવર જોઈ લેજો
સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ, પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું છે. પાકિસ્તાનની ટીમને એક ઓવરમાં 20 રનન બચાવવાના હતા પરંતુ બાંગ્લાદેશે એશિયન ગેમ્સમાં છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Trending Photos
Bangladesh vs Pakistan: સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ, પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું છે. પાકિસ્તાનની ટીમને એક ઓવરમાં 20 રનન બચાવવાના હતા પરંતુ બાંગ્લાદેશે એશિયન ગેમ્સમાં છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હવે આ ગ્રહના રહસ્ય પરથી પડદો ઉઠાવશે ISRO,બસ આટલા મહિના જુઓ રાહ
Damage Liver: ખરાબ લિવર વિશે જણાવે છે આ 5 લક્ષણ, જોજો મોડું ન થઇ જાય
હીંગની ખેતી કરી કરો તગડી કમાણી, આ સરળ રીતે ખેડૂતો રળી રહ્યા છે લાખોનો નફો
એશિયન ગેમ્સ 2023માં પુરૂષ ક્રિકેટની બ્રોન્ઝ મેડલ મેચ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. વરસાદના કારણે મેચ 5-5 ઓવરની જ રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. બાંગ્લાદેશે અશક્યને શક્ય બનાવ્યું અને પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેડલ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 ઓવરમાં એક વિકેટે 48 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને 5 ઓવરમાં 65 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે છેલ્લા બોલ પર 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત
બાંગ્લાદેશે છેલ્લી ઓવરમાં 20 રન બનાવ્યા
બાંગ્લાદેશનો સ્કોર 4 ઓવર પછી 3 વિકેટે 45 રન હતો. યાસિર અલી સાથે અફિફ હુસૈન ક્રીઝ પર હતો. 5મી ઓવરમાં યાસિરે સુફિયાન મુકીમ સામે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલ પર બે રન લીધા બાદ તેણે ત્રીજા બોલ પર પણ સિક્સર ફટકારી હતી. હવે બાંગ્લાદેશને 3 બોલમાં 6 રનની જરૂર હતી. યાસિર અલીએ ચોથા બોલ પર એક રન લીધો હતો પરંતુ 5માં બોલ પર તે આઉટ થયો હતો. લેફ્ટ આર્મ સ્પિનરે યાસિરને બોલ્ડ કર્યો હતો.
Gold Buying: ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન
Raw Banana: પાકા નહી કાચા કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, 5 રીતે પહોંચે છે ફાયદો
Pakistan returns without any medal in Cricket
Ban defeated Pak with 4 needed in last ball #AsianGames2022 #PAKvBAN pic.twitter.com/9ZXgFw8C3H
— The Khel India (@TheKhelIndia) October 7, 2023
એક બોલ પર ચાર રન બનાવ્યા
મેચના છેલ્લા બોલ પર બાંગ્લાદેશને જીતવા માટે 4 રનની જરૂર હતી. રકીબુલ હસન બેટિંગ કરવા આવ્યો હતો. બોલરે યોર્કર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સ્લોટમાં પડ્યો. રકીબુલ તેને મિડ-વિકેટ તરફ ફટકાર્યો છે. એક જ ટપ્પા સાથે બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો. આ ચાર સાથે બાંગ્લાદેશે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. એશિયન ગેમ્સની ક્રિકેટ ઈવેન્ટમાં પાકિસ્તાનની ટીમ ખાલી હાથ રહી ગઈ હતી.
Trending Quiz : કયો એવો દેશ છે છોકરીઓનું ભરાય છે બજાર, દુલ્હન બનાવવા લાગે છે બોલી
Trending Quiz: એવું કયું લાકડું છે જે સોના કરતાં મોંઘું છે...?
Trending Quiz : જો તમે જીનિયસ છો તો બતાવો કયું ફળ ફ્રીજમાં મુકીએ તો ઝેરી બની જાય...?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે