WI vs BAN: લાઈવ મેચમાં જોરદાર હંગામો, બોલરે અમ્પાયર માટે અપશબ્દોનો ઉપયોગ કરતા ICCએ કરી કાર્યવાહી
WI vs BAN: ક્રિકેટ મેચમાં ઘણી વખત ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાય છે. કેટલાક તેમની લાગણીઓને કાબૂમાં રાખે છે જ્યારે અમુક તેમનો ગુસ્સો કાબુમાં રાખી શકતા નથી. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે ખુલ્લેઆમ અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે ICCએ તેના પર ભારે દંડ લગાવ્યો છે.
Trending Photos
WI vs BAN: ક્રિકેટ મેચમાં ઘણી વખત ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાય છે. કેટલાક તેમની લાગણીઓને કાબૂમાં રાખે છે જ્યારે અમુક તેમનો ગુસ્સો કાબુમાં રાખી શકતા નથી. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે ખુલ્લેઆમ અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે ICCએ જોસેફ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેના પર ભારે દંડ લગાવ્યો છે. હાલ જોસેફનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું હતો મામલો?
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફ લાઈવ મેચ દરમિયાન પોતાનો ગુસ્સો કાબુમાં રાખી શક્યો ન હતો. બાંગ્લાદેશ સામેની પ્રથમ ODIમાં અલઝારી જોસેફને ફોર્થ અમ્પાયર સાથે ઝઘડો કર્યો, કારણ કે તેને પિચ પર સ્પાઇક્સ પહેરીને ફરવાની મનાઈ હતી. જે બાદ જોસેફ લાઈવ મેચમાં અધિકારી સાથે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ICCએ જોસેફ વિરુદ્ધ કાર્યવાહી કરી અને આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકાનો દંડ ફટકાર્યો છે.
જોસેફ પર લાગ્યો પ્રતિબંધ
જોસેફે ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ પર્સોનલ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3નું ઉલ્લંઘન કરતા જણાવ્યું છે તે "અશ્લીલતાના ઉપયોગ" સાથે સંબંધિત છે. આ સિવાય જોસેફના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. 2 વર્ષમાં તેનો આ પહેલો ગુનો છે. આઈસીસીએ બીજી વનડે શરૂ થવાની થોડી મિનિટો પહેલા આ માહિતી સાર્વજનિક કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં 1-0 આગળ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડે સિરીઝમાં આગળ ચાલી રહી છે. ટીમે પ્રથમ વનડેમાં શાનદાર જીત નોંધાવી હતી અને મેચ 5 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. બીજી મેચમાં યજમાન ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 250 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે