BCCI ની ફરી થઇ ફજેતી, કપડાં પ્રેસ કરવાની ઇસ્ત્રી વડે પિચ સુકવતાં જોવા મળ્યા કર્મચારીઓ

બીસીસીઆઇ (BCCI) દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે સંશાધનોની કોઇ કમી નથી. પરંતુ તેમછતાં તેને ચાર દિવસમાં બીજીવાર ક્ષોભમાં મુકાવવું પડે છે. આ વખતે બીસીસીઆઇને કૂચબિહાર ટ્રોફી (Cooch Behar Trophy)ના એક મુકાબલ પહેલાં એક ફોટાના લીધે શરમમાં મુકાવવું પડે છે. આ તસવીરોમાં ગ્રાઉન્ડસમેન કપડાં પ્રેસ કરનાર કોલસાની ઇસ્ત્રી વડે લીલી પિચને સુકવતાં જોઇ શકાય છે. 

BCCI ની ફરી થઇ ફજેતી, કપડાં પ્રેસ કરવાની ઇસ્ત્રી વડે પિચ સુકવતાં જોવા મળ્યા કર્મચારીઓ

કાનપુર: બીસીસીઆઇ (BCCI) દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે સંશાધનોની કોઇ કમી નથી. પરંતુ તેમછતાં તેને ચાર દિવસમાં બીજીવાર ક્ષોભમાં મુકાવવું પડે છે. આ વખતે બીસીસીઆઇને કૂચબિહાર ટ્રોફી (Cooch Behar Trophy)ના એક મુકાબલ પહેલાં એક ફોટાના લીધે શરમમાં મુકાવવું પડે છે. આ તસવીરોમાં ગ્રાઉન્ડસમેન કપડાં પ્રેસ કરનાર કોલસાની ઇસ્ત્રી વડે લીલી પિચને સુકવતાં જોઇ શકાય છે. 

આ ફોટો કાનપુરના કમલા ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડનો છે. આ તે જ મેદાન છે, જેને સંપૂર્ણપણે ફિટ ગણાવીને ગ્રીનપાર્ક સાથે મેચ શિફ્ટ કરવામાં આવી હતી. આ મેદાન પર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને દિલ્હીના કૂચ બિહાર ટ્રોફીની મેચ ચાલી રહી છે. શનિવારે મેચ પહેલાં સવારે જ ગ્રાઉન્ડ્સમેન પિચને ઇસ્ત્રી વડે સુકવતા રહ્યા. મેદાનના કેટલાક કર્મચારી રેતી વડે ઢાંકડા રહ્યા.  

બીસીસીઆઇ પાસે દર વર્ષે 25 થી 30 કરોડ સંસાધનો માટે મળ્યા હોવાછતાં યૂપીસીએના આ ગ્રાઉન્ડમાં વરસાદના લીધે લીલા મેદાનને સુકવવા માટે કાનપુરના ઇતિહાસમાં પહેલીવાર ઇસ્ત્રી વડે પિચ સુકવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેનો પ્રયોગ ક્રિકેટના શરૂઆતી દિવસોમાં થતો હતો અજ્યારે વધુ સંસાધનો ન હતા. હવે તો બીસીસીઆઇએ યૂપીસીએને સુપર સોપર, ડ્રાયર, એર બ્લોઅર, કટ ગ્રાસ, સવા ડસ્ટ જેવી વસ્તુઓ આપી છે. તેમછતાં આ નજારો હેરાન કરી દેનાર છે. 
 virat
આ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને રાજકોટ વનડે મેચ સાથે જોડાયેલા વીડિયોના કારણે ટ્રોલ થવું પડ્યું હતું. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મેચ પહેલાં બ્રશ વડે પિચ સાફ કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ ટ્વિટ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ પ્રશંસકોએ બીસીસીઆઇ અને બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને નિશાન બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news