World Cup: સેમિફાઇનલ પહેલા બુમરાહથી ડર્યું ન્યૂઝીલેન્ડ, વિટોરીએ આપ્યું આ નિવેદન

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડિનેયલ વિટોરીનું કહેવું છે કે, હાલમાં બુમરાહનો સામનો કરવો અશક્ય છે તેથી તે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ માટે મોટો ખતરો છે. 
 

 World Cup: સેમિફાઇનલ પહેલા બુમરાહથી ડર્યું ન્યૂઝીલેન્ડ, વિટોરીએ આપ્યું આ નિવેદન

માનચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું કહેવું છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કહવો હવે લગભગ અશક્ય થઈ ગયો છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ (4.48) 20 કે તેથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં સૌથી સારો રહ્યો છે અને 8 મેચોમાંથી લગભગ દરેક મેચમાં તેણે પોતાની બોલિંગની છાપ છોડી છે. 

બુમરાહ અને ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક છે, જેના નામે 26 વિકેટ છે. ત્યારબાદ બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન છે, જેણે 20 વિકેટ ઝડપી છે. પરંતુ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

ભારતે હવે સેમિફાઇનલમાં મંગળવારે ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો છે અને વિટોરીએ આ મેચ પહેલા કહ્યું કે, બ્લેક કેપ્સના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડ ટીમ માટે મોટો ખતરો બુમરાહ છે, જેની પાસે ટ્રેન્ટ બોલ્ટની જેમ બોલિંગમાં વિવિધતા છે. 

વિટોરીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહને હાલમાં રમવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે. તેવામાં જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતની સાથે સેમિફાઇનલ રમવાની છે, તો તેણે સૌથી વધુ ખતરો બુમરાહનો છે. બુમરાહનો સામનો આક્રમક રીતે કરવો પડશે, બાકી તે તક મળતા ટીમ પર હાવી થઈ જશે.'

વિટોરીએ કહ્યું કે, બુમરાહની જેમ બોલ્ટ પણ ભારત માટે ખતરો સાબિત થઈ શકે છે કારણ કે તેની બોલિંગમાં ઘણી વિવિધતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news