IND vs AUS: અમદાવાદમાં 22 ગજની પટ્ટી નીચે શું છે? ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને આ ઝટકો આપવાની તૈયારીમાં ટીમ ઈન્ડિયા
World Cup Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ મેચ પહેલા પીચને લઈને ચર્ચા તેજ છે. શુક્રવારે ભારતીય ટીમનો વૈકલ્પિક અભ્યાસ સેશન હતો. તેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણા સંકેત મળ્યા છે.
Trending Photos
બાવીસ ગજ પટ્ટી નીચે શું છે? આ સવાલ દરેક મેચ પહેલા ઉઠતો હોય છે. અનેક અટકળો પણ લાગતી હોય છે. જેમાંથી કેટલીક સાચી સાબિત થાય છે. કેટલીક મેચ શરૂ થતા જ હવામાં ઓગળી જાય છે. જે પણ હોય...બાવીસ ગજની એ પટ્ટીનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે દાવ પર વર્લ્ડ કપ હોય. હેડ કોચ, કેપ્ટન, તમામ સપોર્ટ સ્ટાફ, ટીમના અનેક ખેલાડીઓ વારંવાર પીચ નીહાળતા હોય છે. તેની રંગત જોઈને અટકળ લગાવે છે અને પછી ઈલેવન નક્કી થાય છે. કઈક આવો જ નજારો શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હતો. ભારતીય ટીમના કેટલાક સભ્યો ઓપ્શનલ પ્રેક્ટિસ સેશન માટે નિર્ધારિત સમય કરતા પહેલા જ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. રાહુલ દ્રવિડ, રોહિત શર્મા સહિત ભારતીય ટીના તમામ મહત્વપૂર્ણ સપોર્ટ સ્ટાફે જે રીતે પીચની આજુબાજુ ફરીને ઘણી માથાપચ્ચી કરી, તેનાથી બધુ તો નહીં પરંતુ કેટલાક સંકેત જરૂર મળ્યા. અનુભવી ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનની સક્રિયતા જોતા એ સવાલ પણ ઉઠ્યો કે શું ભારત ફાઈનલ માટે પ્લેઈિંગ ઈલેવનને લઈને ઓસ્ટ્રેલિયાને 'ગુગલી' આપશે?
શુક્રવારે ભારતીય ટીમનો વૈકલ્પિક અભ્યાસ હતો. એટલે કે ખેલાડીઓને વિકલ્પ આપવામાં આવ્યો હતો કે તેઓ અભ્યાસ કરે અથવા તો આરામ કરે. હોટલથી સ્ટેડિયમ પહોંચનારા ખેલાડીઓમાં રોહિત ઉપરાંત અશ્વિન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ હતા. અશ્વિને નેટ્સ પર ઘણી સક્રિયતા દેખાડી. તેણે લાંબા સમય સુધી બોલિંગ કરી અને પછી બેટિંગનો પણ અભ્યાસ કર્યો. તો શું અશ્વિનને ફાઈનલમાં ઈલેવનમાં ઉતારી શકાય છે?
અશ્વિને આ વર્લ્ડ કપમાં ફક્ત પહેલી મેચ રમી હતી. જ્યારે તેને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો હતો. સ્પિનર્સની મદદગાર પીચ પર અશ્વિને ત્યારે 10 ઓવર્સમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી. શક્ય છે કે ભારતીય ટીમ 3 સ્પીનર્સ સાથે ઓસ્ટ્રેલિયાને ઘેરવાની રણનીતિ તૈયાર કરે અને અશ્વિનને મોહમ્મદ સિરાજની જગ્યાએ ઈલેવનમાં રાખવામાં આવે. આવું જ કઈક 2011ના વર્લ્ડ કપની ફાઈનલમાં થયું હતું જ્યારે એસ શ્રીસંતને શરૂઆતની મેચ અને ફાઈનલમાં રમાડવામાં આવ્યો હતો.
પીચ અંગે તૈયારી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચવાળા સ્ક્વોયર પર 11 પટ્ટીઓ છે. એટલે કે અહીં કુલ 11 પીચ તૈયાર થઈ શકે છે. શુક્રવારે તેમાંથી 3 પીચને ઢાંકી રાખવામાં આવી હતી. દ્રવિડના આવ્યા બાદ તેના પરથી પડદો હટ્યો. ત્યારબાદ જે રીતે સાતમી પટ્ટીને પર 'હેવી રોલર' ચલાવવામાં આવ્યું તેનાથી સંકેત મળ્યો કે મેચ કદાચ આ પીચ પર રમાશે. ભારે રોલરના ચાલવાથી પીચની માટી દબાય છે અને આવામાં તે ફાસ્ટ બોલર્સ અને શોટ્સ ખેલનારા બેટર્સને મદદ કરી શકે છે.
પીચની આજુબાજુ બીસીસીઆઈના મુખ્ય ક્યુરેટર આશીષ ભૌમિક અને પીચ કમિટીના તાપસી ચેટર્જી હાજર હતા. જેનાથી દ્રવિડ, રોહિત સહિત ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રે ઘણીવાર સુધી ચર્ચા કરતા જોવા મળ્યા. ભારત-ન્યૂઝીલન્ડ સેમી ફાઈનલ મેચમાં પીચ અંગે વિવાદ થયો હતો. ત્યારબાદ એવું અનુમાન હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ પીચથી અંતર જાળવી શકે છે. જો કે શુક્રવારે એવું કઈ થયું નહીં અને ભારતીય થિંક ટેંકે પીચને સારી રીતે સમજવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઘણીવાર સુધી તથા અનેક તબક્કામાં વાતચીત કરી.
બાઉન્ડ્રી પણ નાની નથી
આ વિશાળ સ્ટેડિયમની સ્ટ્રેટ બાઉન્ડ્રી 75 ગજની નજીક છે. સ્ક્વોયર બાઉન્ડ્રી પણ લાંબી છે. આવામાં એ વાતની શક્યતા રહે છે કે જો બેટર સ્પિનર્સ પર ક્લીન હિટ ન કરે તો બોલ બાઉન્ડ્રીની અંદર પડી કે લપકી શકાય છે. જેને જોતા ફાઈનલમાં એક્સ્ટ્રા સ્પીનર ઉતારીને ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનની પરીક્ષા લઈ શકે છે. અશ્વિનને ગત વિશ્વકપ રમવાનો પણ અનુભવ છે અને તે ટીમને કામ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે