WTC ની ત્રીજી સીઝનમાં 19 ટેસ્ટ મેચ રમશે ભારત, આ દેશોનો કરશે પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

WTC 2023-2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીઝનનો પ્રારંભ ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની સાથે કરશે. આ સીઝનમાં ભારતે કુલ 19 ટેસ્ટ મેચ રમવાની છે. ભારત આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. 
 

WTC ની ત્રીજી સીઝનમાં 19 ટેસ્ટ મેચ રમશે ભારત, આ દેશોનો કરશે પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હીઃ ભારતની હારની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન સમાપ્ત થઈ ગઈ છે. પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 209 રને પરાજય આપી ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ક્રિકેટમાં પ્રથમ એવી ટીમ બની ગઈ છે કે તેની પાસે દરેક આઈસીસી ટાઈટલ છે. હવે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીઝનની શરૂઆત કરવા તૈયાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સાઇકલનું શેડ્યૂલ સામે આવી ગયું છે. ભારત તેમાં કુલ 19 મેચ રમશે. 

WTC ની ત્રીજી સીઝનમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરવાનો છે, તો ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની યજમાની કરશે. ભારત આ દરમિયાન કુલ 10 મેચ પોતાના ઘરમાં તો 9 મેચ વિદેશી જમીન પર રમશે. 

WTC ની ત્રીજી સીઝનની શરૂઆત ભારત જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ સાથે કરશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા વર્ષના અંતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે ત્યાં તેણે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. 

સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ ભારત 2024 જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની યજમાની કરશે, આ દરમિયાન પાંચ ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની યજમાની કરવી છે. બાંગ્લાદેશ ભારતમાં બે ટેસ્ટ મેચ રમશે. 

બાંગ્લાદેશની યજમાની કર્યા બાદ ભારતે બે મેચની ટેસ્ટ સિરીઝ વિદેશી જમીન પર રમવાની છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારબાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટકરાશે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025 ભારતીય ટીમ શેડ્યૂલ

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ

બે ટેસ્ટ મેચ- જુલાઈ/ઓગસ્ટ 2023

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ

2 ટેસ્ટ- ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

5 ટેસ્ટ- જાન્યુઆરી/ફેબ્રુઆરી 2024

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

2 ટેસ્ટ સપ્ટેમ્બર/ઓક્ટોબર 2024

ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 

3 ટેસ્ટ- ઓક્ટોબર/નવેમ્બર 2024

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

5 ટેસ્ટ- નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news