દુનિયા માટે કિંગ કોહલી છે પરંતુ મારા માટે હંમેશા ચીકુ રહીશ, યુવરાજે વિરાટ માટે લખ્યો ભાવુક લેટર

યુવરાજ સિંહે વિરાટ કોહલી માટે ભાવુક પત્ર લખ્યો છે. યુવરાજે લખ્યુ કે, તેણે વિરાટ કોહલીને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે મોટો થયો જોયો છે. પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યુ કે, દુનિયા માટે વિરાટ ભલે કિંગ કોહલી થઈ જાય પરંતુ તેના માટે હંમેશા ચીકુ રહેશે. 

દુનિયા માટે કિંગ કોહલી છે પરંતુ મારા માટે હંમેશા ચીકુ રહીશ, યુવરાજે વિરાટ માટે લખ્યો ભાવુક લેટર

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સ્ટાર બેટર વિરાટ કોહલી માટે એક ભાવુક પત્ર લખ્યો છે. મંગળવારે યુવરાજે સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ શેર કર્યો છે. યુવરાજે લખ્યુ કે તેણે પૂર્વ ભારતીય કેપ્ટનને એક ક્રિકેટર અને વ્યક્તિના રૂપમાં મોટો થતો જોયો છે. યુવરાજ અને વિરાટે ભારતીય ટીમમાં સાથે અનેક મેચ રમી છે. આ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પણ બંને સાથે રમ્યા છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. 

યુવરાજે કહ્યુ કે, કોહલીએ જે રીતે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા ઘણા ખેલાડીઓને પ્રેરિત કર્યાં છે. તેણે ઈચ્છા જાહેર કરતા કહ્યુ કે, વિરાટે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમને અનેક મેચમાં વિજય અપાવ્યો છે. 

યુવરાજે ટ્વીટ કર્યુ, 'દિલ્હીના એક નાના છોકરાથી વિરાટ કોહલી બનવાની કહાની. હું આ સ્પેશિયલ શૂઝ તને ડેડિકેટ કરવા ઈચ્છુ છું. કેપ્ટન તરીકે તારા કરિયરે વિશ્વના કરોડો ફેન્સના ચહેરા પર હાસ્ય લાવ્યું છે. હું આશા કરુ છું કે તું જેવો છે, તેવો રહેશે. જેમ રમે છે તેમ રમતો રહે અને દેશનું ગૌરવ વધારતો રહે.'

— Yuvraj Singh (@YUVSTRONG12) February 22, 2022

યુવરાજે આગળ લખ્યુ, 'વિરાટ, મેં તને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે મોટો થયો જોયો છે. એક યુવા જે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓની સાથે ખભો મિલાવીને ચાલ્યો છે. તું હવે સ્યવં એક મહાન ખેલાડી બની ચુક્યો છે, જે નવી પેઢીને માર્ગ દેખાડી રહ્યો છે. મેદાન પર રમત માટે તારૂ અનુશાસન અને ઝનૂન દરેક ભારતીય બાળકને બેટ ઉપાડવા અને એક દિવસ બ્લૂ જર્સી પહેરવાનું સપનું જોવા માટે પ્રેરિત કરે છે.'

તેણે આગળ લખ્યુ- વર્ષ બાદ વર્ષ તે પોતાના ક્રિકેટનું સ્તર ઉચું કર્યું છે. આ શાનદાર રમતમાં અત્યાર સુધી એટલું હાસિલ કરી ચુક્યો છે જે મને તારા કરિયરમાં સફળતાનો નવો અધ્યાય જોવા માટે ઉત્સાહિત કરી રહ્યું છે. હું એક મહાન કેપ્ટન રહ્યો છે અને એક શાનદાર લીડર. હું આશા કરુ છું કે રનનો પીછો કરતા, જેના માટે તું જાણીતો છે, શાનદાર ઈનિંગ રમો. 

યુવરાજે કોહલીને ગોલ્ડન બૂટની એક સ્પેશિયલ એડિશન પણ ગિફ્ટ કરી છે. તેણે લખ્યું કે, આ સ્ટાર બેટર દુનિયા માટે ભલે કિંગ કોહલી હોય પરંતુ તેના માટે હંમેશા ચીકુ રહેશે.'

યુવરાજે અંતમાં લખ્યુ- મારા માટે હંમેશા તું ચીકુ જ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલી. તમારા અંદરની આગને સળગતી રહેવા દેજે. તું એક સુપરસ્ટાર છે. તારા માટે એક ખાસ ગોલ્ડન બૂટ. આપણા દેશને ગૌરવ અપાવતો રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news