કમોસમી માવઠું News

એકાએક પલટાયુ વાતાવરણ, કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી
Weather Today: કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેના બાદ દયાપર, ગડુલી, વર્માનગર, દોલતપર, મેગપર, નારાયણ સરોવરમાં મોડી રાતે 12 વાગે વરસાદનું ઝાપટું પડતા માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા. 
Dec 12,2019, 12:02 PM IST
સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર પાટણના ખેડૂતોની શુ છે પ્રતિક્રિયા, જુઓ વીડિયો
Nov 14,2019, 19:20 PM IST

Trending news