વિરોધનો સૂર News

કોણ કોણ જીત્યા: 32 સીટોનાં પરિણામ જાહેર, રાજે, ગહલોત, પાયલોટ જીત્યા
Dec 11,2018, 16:21 PM IST
ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. 
Dec 11,2018, 12:47 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : CM વસુંધરા રાજે સાથે ખાસ મુલાકાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : સમગ્ર રાજ્યમાં ચૂંટણી ફિવર ચડ્યો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં બંને બાજુથી આરોપ પ્રતિ આરોપ થઇ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વસુંધરા રાજેએ કહ્યું કે, કોંગ્રેસે ભારતના ફેબ્રિકને તોડવાનું કામ કર્યું છે. ઝી મીડિયાના એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં વસુંધરાએ કહ્યું કે, કોંગ્રેસને જાતિ અને ધર્મના નામે લડાવવામાં મજા આવે છે. તેમણે કહ્યું કે, માત્ર સત્તામાં ટકી રહેવા માટે કોંગ્રેસ કંઇ પણ કરી શકે છે. વસુંધરાએ રાજસ્થાન ચૂંટણીમાં તમામ મુદ્દાઓ અંગે વાત કરી. જુઓ સીએમ વસુંધરા રાજે સાથે ઝી મીડિયાની ખાસ મુલાકાત
Dec 4,2018, 11:00 AM IST

Trending news