રાજસ્થાન વિધાનસભા: ઘરના ભેદીઓએ જ ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડ્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા જે હવે બંન્ને પક્ષોને ખુબ જ નડ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે
Trending Photos
નવી દિલ્હી : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં વલણ અનુસાર સત્તાધારી ભાજપ અને વિપક્ષની કોંગ્રેસમાં સ્પષ્ટ બહુમતી મુદ્દે રસાકસી ચાલી રહી છે. જેનાં કારણે ટિકિટ કપાવાનાં કારણે નારાજ થઇને લગભગ 50 સીટો પર બંન્ને દળનાં બળવાખોર નેતાઓ ઉભા રહ્યા છે. આ પ્રકારે જ્યાં રાજ્યમાં સામાન્ય રીતે બે કે ત્રણ પક્ષો વચ્ચે જ ટક્કર થતી હતી આ વખતે અપક્ષ ઉમેદવારોએ સમગ્ર ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી હતી.
રાજસ્થાનની 200 સભ્યોની વિધાનસભામાં 199 સીટો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાં લગભઘ 60થી પણ વદારે સીટો પર ત્રિકોણીય અને ડઝન જેટલી ચતુષ્કોણીય ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ જાટ નેતા હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પણ મારવાડ અને શેખાવટીમાં જાટ બહુમતીવાળી સીટો પર મતતોડવાનું કામ કરી રહી છે.
સત્તાપક્ષ ભાજપે આ વખતે 70 હાલનાં ધારાસભ્યોની ટીકિટ કાપી હતી. જો કે ભાજપ પોતાનાં અનેક બળવાખોર નેતાઓને મનાવવામાં સફળ રહી પરંતુ ટિકીટ કપાતા નારાજ વસુંધરા રાજે સરકારના મંત્રી સુરેન્દ્ર ગોયલે જૈતારણથી રાજકુમાર રિણવાનાં રતનગઢથી ઓમપ્રકાશ હુડલાએ મહુવા અને ધનિસિંહ રાવતે બાંસવાડા વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર સ્વરૂપે ભાજપને પડકાર ફે્ક્યો હતો. બીજી તરફ અનિતા કટારા, સાગવાડથી, દેવેન્દ્ર કટારા ડૂંગરપુરથી, નવનીત લાલ નિનામાં ઘાટોલથી, કિશનરામ નાઇ શ્રીડુંગરગઢ અને ગીતા વર્મા સિકરાયથી અપક્ષ ઉમેદવારો છે.
રાજ્યમાં કોંગ્રેસન સત્તામાં ફરી આવે તેને જોતા પાર્ટીમાં ટીકિટનાં અનેક દાવેદારો હતા. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મહાદેવસિંહ ખંડેલાએ ખંડેલાથી, દુષ્કરમા કેસમાં ફસાયેલા રાજસ્થાનના પૂર્વ મંત્રી બાબૂલાલ નાગરે દૂદૂથી, પૂર્વ મંત્રી રામકેશ મીણાએ ગંગાપુર સિટીથી અને પૂર્વ ધારાસભ્યોમાં સંયમ લોઢાએ સિરોહી, પૂર્વ ડેપ્યુટી સીએમ કમલા બેનીવાલનાં પુત્ર આલોક બેનીવાલે શાહપુરાથી અને વિક્રમસિંહ શેખાવતે જયપુરની વિદ્યાહર નગર સીટ પરથી અપક્ષ ઉમેદવાર બનીને કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી છે.
અગાઉ પણ અપક્ષોએ જ બનાવી હતી સરકાર
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં જ્યારે કોંગ્રેસ 96 સીટો પર અટકી ગઇ હતી અને સરકાર બનાવવાનાં જાદુઇ આંકડાથી માત્ર 5 સીટ પાછળ હતી. ત્યારે બસપાનાં કુલ 6 ધારાસભ્યોએ મંત્રીપદનો પ્રસ્તાવ મેળવીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. આ પ્રકારે 1993માં જ્યારે ભાજપ પણ 96 પર અટકી ગયું ત્યારે 4 અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે જોડીને ભેરોસિંહ શેખાવને સરકાર બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે