શંકરસિંહ વાઘેલા News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકારણીઓ તરફની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે.
Jun 27,2020, 20:22 PM IST
શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે
જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
Mar 14,2020, 13:39 PM IST

Trending news