29 જુલાઈના સમાચાર News

સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન, કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત છે. ત્યારે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ કહ્યું કે, કોરોનાના કેસ મામલે ગુજરાત બારમા નંબર છે. કોરોનામાં કોઈ દેશ બાકી નથી. પહેલા અમદાવાદ સંક્રમિત હતું, પછી સુરતમાં આવ્યું. હાલ સુરત સ્ટેબ્લ થઇ રહ્યું છે. આજે અમે રાજકોટ અને બરોડાની મુલાકાત છે, સાંજે વડોદરા જઈશું. શહેર અને ગ્રામ્યની પરિસ્થિતિ અગે અમે લાંબી ચર્ચા કરી છે. આઇએમએ અને ડોક્ટર સાથે તમામ ચર્ચા કરી છે. શહેરી વિસ્તારમાંથી અવર જવર જોવા મળે છે. રાજ્યની પરિસ્થિતિ એકંદરે સારી છે. સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે.
Jul 29,2020, 14:27 PM IST
Photos : જામનગરથી જોડિયા બાળકોને દત્તક લઈને દિલ્હીના દંપતીએ પોતાનો પરિવાર પૂરો કર્યો
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ....પારણીયે ઝૂલે રે ઝીણી જ્યોત રે.....અદકા અજવાળા એની આંખમાં રે લોલ..... મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મથી પરિવારમાં ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવી જાય છે. તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ બની છે. ત્યારે જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના આંગણે દિલ્હીના એક પરિવારને પોતાના બાળકો અને બાળકોને તેમના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું. જામનગરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જુડવા બાળકો ભરત અને ભારતીને દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે જુડવા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકોને સૂત્રમાળા પહેરાવી, રક્ષા બાંધી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બંને બાળકોને પરિવાર મળતાં રાજયમંત્રી, સંસ્થાના  ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા. 
Jul 29,2020, 13:00 PM IST
કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત
Jul 29,2020, 11:04 AM IST
ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદ
વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે. 
Jul 29,2020, 11:50 AM IST

Trending news