Anganvadi worker News

આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, 8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવે છે સરકાર
શહેર તાલુકા આંગણવાડી હેલ્પર વર્કર મહિલાઓ પડતર પ્રશ્નોને લઇ હડતાળ પર ઉતર્યા છે. માનદ વેતન બંધ કરવા, લઘુતમ વેતન ચાલુ કરવા, કાયમી કરવા, ખાનગી કરણ બંધ કરવું વધારાની કામગીરીનું દબાણ બંધ કરવીલું , પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી પેંશન યોજના ચાલુ કરવાની માંગ સાથે હવે આંગણવાડી વર્કર્સ દ્વારા રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે માનદ વેતન બંધ કરવા, લઘુતમ વેતન ચાલુ કરવા, કાયમી કરવા, ખાનગી કરણ બંધ કરવું, વધારાની કામગીરીનું દબાણ બંધ કરવાની માંગ સાથે કર્મચારીઓ હવે યુદ્ધે ચડ્યાં છે. પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી પેંશન યોજના ચાલુ કરવાની માંગ સાથે 300 જેટલી આંગણવાડીની મહિલાઓ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી હતી.
Mar 29,2022, 17:35 PM IST

Trending news