Corona updates india 1 News

લોકડાઉનમાં હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ : અશ્વિની કુમાર
લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે. 
May 22,2020, 15:02 PM IST
ગુજરાત સરકારે જાહેર કરેલી 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ
May 15,2020, 21:36 PM IST
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની CMએ કરી જાહેરાત, માત્ર 2 ટકાના વ્યાજે મળશે લોન
ગુજરાતની જનતા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત અંગે જણાવ્યું કે, નાના દુકાનદારો કે રિક્ષા ડ્રાઇવર બધા માટે એક લાખ રૂપિયા સુધીની લોન જેનું માર્કેટ ઇન્ટરેસ્ટ ૧૨ ટકા છે, તે લોન 2 ટકાએ આપવાની જાહેરાત  કરીએ છીએ. માત્ર અરજીના આધાર ઉપર એક લાખ રૂપિયા સુધીની લોન અપાશે. વાર્ષિક 2 ટકા વ્યાજ આપવાનું રહેશે. બાકીનું 6 ટકા ઇન્ટરેસ્ટ રાજ્ય સરકાર ચૂકવશે. ત્રણ વર્ષ બાદ ૬ ટકા વ્યાજ ચૂકવવું પડશે. વગર વ્યાજની જેમ પૈસા આપ્યા છે એવું અનુભવાશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાના લોકો આ રૂપિયાનો ઉપયોગ પોતાના ધંધામાં કરી શકશે.  
May 14,2020, 15:57 PM IST
વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોનો દહેજમાં ચક્કાજામ કરીને હોબાળો
લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
May 14,2020, 11:31 AM IST
આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા
અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.
May 14,2020, 9:06 AM IST
ગુજરાતે કોરોનાના નવા કેસ અને દર્દીઓના રિકવર રેશિયોમાં રેકોર્ડ બ્રેક કર્યો, કુલ કેસ 8
લોકડાઉનના 47મા દિવસે આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. 
May 11,2020, 8:12 AM IST
ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો
May 5,2020, 8:59 AM IST
AMCનો મહત્વનો નિર્ણય : કોરોના વોરિયર્સને કોરોના હશે તો ફાઈવસ્ટાર હોટલમાં ફ્રી સારવાર
May 2,2020, 13:00 PM IST
આનંદીબેન પટેલની મદદથી યુપીમાં અટવાયેલા 22 ગુજરાતીઓ મોડાસા પરત ફર્યાં
Apr 18,2020, 15:24 PM IST
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. 
Apr 15,2020, 13:21 PM IST
2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ
Apr 9,2020, 8:30 AM IST

Trending news