Happy new year News

Happy New Year:ન્યુઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ધામધુમથી નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2025 Celebration: નવા વર્ષ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વિશ્વ વિવિધ સમય ઝોનમાં વહેંચાયેલું હોવાથી ઘણા દેશો ભારત પહેલાં અને પછી નવા વર્ષની શરૂઆત કરશે. કિરીબાતી પ્રજાસત્તાકનો ક્રિસમસ આઇલેન્ડ (કિરીટીમાટી) 2025નું સ્વાગત કરનાર પ્રથમ દેશ બન્યો. પેસિફિક મહાસાગરમાં આવેલા આ નાના ટાપુએ સવારે 5 વાગ્યે EST (ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે) નવા વર્ષની ઉજવણી કરી હતી. થોડા સમય પછી ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડમાં IST બપોરે 3.45 વાગ્યે નવું વર્ષ શરૂ થયું છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ અને વેલિંગ્ટન ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે નવા વર્ષની શરૂઆત થઈ છે. 
Dec 31,2024, 20:08 PM IST
ગુજરાતના જે ભાગમાં 400 વર્ષ પોર્ટુગીઝ શાસન રહ્યું, ત્યાં ક્રિસમસ કેવી ઉજવાય છે જુઓ
Christmas Celebration નિલેશ જોશી/દમણ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષોથી પણ વધુ વર્ષ પોર્ટુગીઝ શાસન રહેલું હતું. તેના કારણે દમણમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. દેશ વિદેશમાં રહેલા દમણના ખ્રિસ્તી લોકો નાતાલના દિવસે માદરે વતન દમણ આવે છે અને પોતાના પરિજન સાથે નાતાલની ભવ્ય ઉજવણી કરે છે. સંઘપ્રદેશ દમણમાં 400 વર્ષથી જુનું ઐતિહાસિક ચર્ચ છે. ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવામાં આવે છે. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.
Dec 25,2022, 10:59 AM IST

Trending news