Slams News

ગીર અભ્યારણ્ય પાસે ગેસ લાઇન પ્રોજેક્ટ મુદ્દે હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારની ઝાટકણી
ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટ કેન્દ્ર સરકારના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે કોર્ટ મિત્ર દ્વારા 2021, માર્ચ મહિનામાં જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જો કે હજી સુધી કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજુ નહી કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોર્ટે સવાલ કર્યો કે, ગીર અભયારણ્યમાં ગેસ અને ઓઇલની પાઇપ લાઈન સંદર્ભે એક્સપર્ટનો અભિપ્રાય ક્યાં છે? તે સત્વરે રજુ કરવામાં આવે અને આ મામલે આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. 
Feb 3,2022, 23:22 PM IST
DAHOD: જંગલમાંથી લાકડા લઇ આવ તેવું કહેતા ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું
શહેરા તાલુકાના સંભાલી ગામે નજીવી બાબતે સગા ભત્રીજાએ કાકા-કાકીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, તો ગ્રામજનોએ હત્યારા ભત્રીજાને પકડી પાડી પોલીસને હવાલે કરતા પોલીસ દ્વારા હત્યારાને કોવિડ-૧૯ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે આવેલ નાયક ફળિયામાં રહેતા જયંતિભાઈ પ્રતાપભાઈ નાયકના માતા-પિતા ન હોવાથી તે પોતાના સગા કાકા અર્જુન સોમાભાઈ નાયક તેમજ કાકી રાધાબેન સાથે તેઓને ઘરે જ રહેતો હતો. ત્યારે બે દિવસ અગાઉ કાકા અર્જુનભાઈ અને કાકી રાધાબેને ભત્રીજા જયંતિભાઈને અવાર નવાર કહેતા હતા કે, તું કોઈ કામ ધંધો કરતો નથી અને બળતણના લાકડા પણ લાવતો નથી તને રોજેરોજ કોણ જમવાનું આપે તેવું કહેતા આ બાબતે ભત્રીજા અને કાકા-કાકી વચ્ચે બોલાચાલી થઈ હતી.
Apr 4,2021, 22:07 PM IST

Trending news