USB ચાર્જિંગ...ટ્યૂબલેસ ટાયર અને બીજું ઘણું બધું, Hero એ ફક્ત 61 હજારમાં લોન્ચ કરી બાઇક

Hero HF Deluxe features: આ નવી બાઇકને 4 નવા રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં નેક્સસ બ્લુ, કેન્ડી બ્લેઝિંગ રેડ, હેવી ગ્રે વિથ બ્લેક અને બ્લેક સાથે સ્પોર્ટ્સ રેડનો સમાવેશ થાય છે. આ સાથે એક નવું 'કેનવાસ બ્લેક' વેરિઅન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે.

USB ચાર્જિંગ...ટ્યૂબલેસ ટાયર અને બીજું ઘણું બધું, Hero એ ફક્ત 61 હજારમાં લોન્ચ કરી બાઇક

Hero HF Deluxe: ભારતીય બજારમાં કોમ્યુટર બાઇક્સની ખૂબ માંગ છે, અને Hero MotoCorp પાસે આ સેગમેન્ટમાં કોઈ જવાબ નથી. હવે દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp એ તેના પ્રખ્યાત મોડલ Hero HF Deluxe ને અપડેટ કરીને તેનું લેટેસ્ટ મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ આ બાઇકમાં નવા માપદંડો અનુસાર અપડેટેડ એન્જીનની સાથે કેટલાક ખાસ ફીચર્સ સામેલ કર્યા છે, જે તેને કોમ્યુટર બાઇક તરીકે વધુ સારી બનાવે છે.

Hero HF Deluxe કંપની દ્વારા કુલ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, તેના બેઝ મોડલ કિક-સ્ટાર્ટ વેરિઅન્ટની કિંમત 60,760 રૂપિયા અને સેલ્ફ-સ્ટાર્ટ મોડલની કિંમત 66,408 રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) નક્કી કરવામાં આવી છે. આ નવી બાઇકને 4 નવા રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં નેક્સસ બ્લુ, કેન્ડી બ્લેઝિંગ રેડ, હેવી ગ્રે વિથ બ્લેક અને બ્લેક સાથે સ્પોર્ટ્સ રેડનો સમાવેશ થાય છે. આ સાથે એક નવું 'કેનવાસ બ્લેક' વેરિઅન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે.

 

કેનવાસ બ્લેક (Canvas Black) એડિશનને સંપૂર્ણપણે બ્લેક થીમથી શણગારવામાં આવી છે, જેમાં બોડી પર કોઈ ડેકલ આપવામાં આવ્યું નથી. ફ્યૂલ ટેંક, બોડી વર્ક, ફ્રન્ટ વિઝર અને ગ્રેબ રેલ, એલોય વ્હીલ્સ, એન્જિન તેમજ એક્ઝોસ્ટ કવર બધું જ કાળા રંગમાં સમાપ્ત કરવામાં આવ્યું છે, જે મોટરસાઇકલને સ્લીક લુક આપે છે. જેઓ ઓછા ખર્ચે સ્પોર્ટી લુકનો આનંદ લેનારાઓ માટે તે વધુ સારો વિકલ્પ સાબિત થશે.

નવી Hero HF Deluxe શું છે ખાસ
Hero HF Deluxe ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે સ્પ્લેન્ડર પ્લસ પછી બ્રાન્ડનું બીજું સૌથી વધુ વેચાતું મોડલ છે. 2023 HF Deluxe ને નવો સ્ટ્રાઇપ્સ પોર્ટફોલિયો પણ મળે છે, જે બાઇક માટે નવી ગ્રાફિક્સ થીમ છે. નવા સ્પોર્ટી ગ્રાફિક્સ બાઇકની વિઝ્યુઅલ અપીલને વધારે છે. નવા સ્ટ્રાઇપ્સ ગ્રાફિક્સ હેડલેમ્પ કાઉલ, ફ્યુઅલ ટેન્ક, સાઇડ પેનલ્સ અને અંડર સીટ પેનલ્સ પર જોઈ શકાય છે.

આ કોમ્યુટર બાઇકના એન્જિનને નવા RDE નોર્મ્સને પૂર્ણ કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે. આમાં, કંપનીએ પહેલાની જેમ 97.2 cc ક્ષમતાના એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8 PSનો મહત્તમ પાવર અને 8 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે, જે 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. 2023 હીરો સેલ્ફ અને સેલ્ફ i3S વેરિઅન્ટ્સ ટ્યુબલેસ ટાયર સાથે સ્ટાન્ડર્ડ તરીકે આવે છે, જ્યારે યુએસબી ચાર્જર (USB) વૈકલ્પિક સહાયક તરીકે ઓફર કરવામાં આવે છે. અન્ય વિશેષતાઓમાં સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ, પડી જવા પર એન્જિન કટ-ઓફ અને બંને છેડે 130 mm ડ્રમ બ્રેક્સનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news