ભારતમાં ટૂંક સમયમાં મળશે 5G ઇન્ટરનેટ, BSNLએ વિદેશી કંપની સાથે કર્યો કરાર
સિસ્કોએ બીએસએનએલ અને નીતિ કમિશનની સાથે કરાર પર સહીં કરી છે. જે અંર્તગત 100 અટલ ઇનફ્યુબેશન સેન્ટરો પર 5જી કનેક્ટિવિટી મળશે.
Trending Photos
નવી દિલ્હી: ટૂંક સમયમાં ભારતમાં પાંચમી જનરેશન (5જી) ટેક્નોલોજી ટેકનિક આવવાની છે. ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલે અમેરિકાની ટેક દિગ્ગજ કંપની સિસ્કોની સાથે કરાર કર્યા છે. સિસ્કોએ બીએસએનએલ અને નીતિ કમિશનની સાથે કરાર પર સહીં કરી છે. જે અંર્તગત 100 અટલ ઇનફ્યુબેશન સેન્ટરો પર 5જી કનેક્ટિવિટી મળશે. બંને સંસ્થાન શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રમાં 5જી ટેકનીકની સંભાવનાઓ શોધશે. તેના માટે તેમની યોજના ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ (AI) અને સર્વેલન્સની સ્થાપના કરવાની છે.
સિસ્કોની સાથે બીએસએનએલે કર્યા કરાર
ફાઇનાન્સિયલ ટાઇમ્સના સમાચાર અનુસાર અટલ ઇનફ્યુબેશન સેન્ટરો પર સિસ્કો નીતિ કમિશનની સાથે મળીને વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ વેબેક્સ ટીમ અને સિસ્કો વેબેક્સ બોર્ડ સ્થાપના કરશે જેના કારણે સારી કનેક્ટિવિટી મળી શકે. અટલ ઇનોવેશન મિશન મોદી સરકારનું ફ્લેગશિપ મિશન છે. આ દેશમાં નેવોનિયનનું વાતાવરણ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. સિસ્કોના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ચક રોબિન્સે ગત અઠવાડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી. તેઓ 3 દિવસની યાત્રા પર ભારત આવ્યા હતા.
આઇઆઇટી દિલ્હીના એરિક્સને પહેલા કર્યા હતા કરાર
ગત વર્ષે દૂરસંચાર ઉપકરણ બનાવનાર કંપની એરિક્સને ભારતમાં 5જી ટેકનીકના વિકાસને લઇ આઇઆઇટી દિલ્હીની સાથે કરાર કર્યા હતા. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એરિક્સન અને ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન-દિલ્હી (આઇઆઇટી દિલ્હી)ના ‘ભારત માટે 5જી’ કાર્યક્રમ પર સાથેસાથે કામ કરવા માટે એમઓયૂ પર સહીં કરી હતી. આ એમઓયૂના અંર્તગત એરિક્સન 5જીના પરિક્ષણની સુવિધા વાળા એખ અત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપના કરશે સાથે આઇઆઇટી-દિલ્હીમાં એક એન્ટરપ્રાઇઝ વિકાસ (ઇનક્યૂબેશન) કેન્દ્રની પણ સ્થાપના કરવાની હતી. સુત્રના જણાવ્યા અનુસાર 2020 સુધીમાં 5જીના વ્યાપારી રીતે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે