જલદી આવશે આઇફોનમાં અપડેટ, માસ્ક લગાવીને પણ કરી શકશો FaceID યૂઝ
iOS 13.5 Update - એપલ જલદી નવુ અપડેટ જારી કરવાની તૈયારીમાં છે. આ અપડેટ બાદ માસ્ક લગાવીને ફેસ આઇડી ખોલવામાં યૂઝરને મુશ્કેલી થશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિશ્વ હાલ મુશ્કેલીમાં છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા અને માસ્ક પહેરવાની અપીલ સરકાર સતત કરી રહી છે. માસ્ક લગાવીને રાખવુ હવે સામાન્ય થઈ ગયું છે. તેવામાં એસ આઇડી વાળા આઈફોન યૂઝરો માટે એક સમસ્યા પણ છે.
ફોનને અનલોક કરવામાં સમસ્યા થાય છે. ફેસ આઇડી યૂઝ કરવા વારંવાર માસ્ક હટાવવુ પડે છે. પરંતુ iOSના નવા અપડેટ બાદ આમ કરવું પડશે નહીં.
iOS 13.5 લોન્ચ માટે તૈયાર છે અને જલદી તેને વિશ્વભરના આઇફોન યૂઝરો માટે જારી કરી શકાય છે. આ અપડેટ દ્વારા Face ID માં ફેરફાર કરવામાં આવશે.
હકીકતમાં, નવા અપડેટ બાદ iPhoneમાં આપવામાં આવેલ ફેસ આઇડી તે સમજી શકશે કે તમે માસ્ક લગાવ્યું છે. જેમ માસ્ક ડિટેક્ટ થશે તેમ તમારા આઇફોન પર પાસવર્ડનો વિકલ્પ આવી જશે અને તમે પાસવર્ડ દ્વારા તેને અનલોક કરી શકશો.
TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો
હાલ તેવી સુવિધા નથી. જો અત્યારે તમે માસ્ક લગાવીને તેને ઓપન કરવાનો પ્રયાસ કરશો તો તે તમારો ચહેરો ઓળખવા માટે ઘણી અટેમ્પ્ટ લેશે અને ત્યારબાદ પાસવર્ડનો ઓપ્શન મળશે. પરંતુ નવા અપડેટમાં પાસવર્ડનો ઓપ્શન માસ્ક ડિટેક્ટ થતા સીધો આવી જશે.
ઉલ્લેખનીય છે કે iOS 13.5નું અપડેટ તે માટે પણ મહત્વનું છે, કારણ કે તેમાં એપલ અને ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્પોજર નોટિફિકેશન API સપોર્ટ પણ આપવામાં આવશે. આ APIથી પબ્લિક હેલ્થ એજન્સીઓના ડેવલોપર કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ તૈયાર કરી શકશે. તેને કંપનીએ પ્રાઇવસીને પણ ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે