Apple Watchએ બચાવ્યો 61 વર્ષના વૃદ્ધનો જીવ, ખુબજ નાજુક હતી સ્થિતિ

ગેજેટ્સ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. પરંતુ હવે તે માત્ર આપણા જીવનને સરળ જ નહીં બનાવી રહ્યાં, પરંતુ જીવ બચાવી પણ રહ્યાં છે. હાલમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Apple Watchના કારણે એક 61 વર્ષના વૃદ્ધનો જીવ બચાવી શકાયો હતો.
Apple Watchએ બચાવ્યો 61 વર્ષના વૃદ્ધનો જીવ, ખુબજ નાજુક હતી સ્થિતિ

નવી દિલ્હી: ગેજેટ્સ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. પરંતુ હવે તે માત્ર આપણા જીવનને સરળ જ નહીં બનાવી રહ્યાં, પરંતુ જીવ બચાવી પણ રહ્યાં છે. હાલમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Apple Watchના કારણે એક 61 વર્ષના વૃદ્ધનો જીવ બચાવી શકાયો હતો.

શું છે આ કેસ?
આર. રાજહંસ વ્યવસાયે સેવા નિવૃત ફાર્મા પ્રોફેશનલ છે. જે Apple Watch Series 5નો ઉપયોગ કરે છે અને તેની મદદથી રોજના તેમની ઈસીજી પણ ચેક કરતા રહે છે. માર્ચમાં અચાનક તબીયત ખરાબ થવાના કારણે તેમણે આ વોચને તેમની પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો. હાર્ડવર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા તેમના પુત્ર સિદ્ધાર્થએ તેમણે આ વોચ ભેટમાં આપી હતી. સિદ્ધાર્થે કહ્યું, જો કે, Apple Watchમાં આપેલા ઈસીજી ફંક્શન (ECG Function)ને ચેક કરી શકો છે. એક દિવસ અડધી રાતે મારા પિતાના હૃદયના ધબકારા બેથી ત્રણ વખત અસામાન્ય તેમજ અનિયમિત જોવા મળ્યા હતા. તેમની હાલત ખુબજ નાજુક હતી.

વારંવાર તપાસ કર્યા બાદ પણ જ્યારે પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તો તેમણે તેમના ડોક્ટર સાથે સંપર્ક કર્યો હતો. જો કે, રાજહંસ ક્યારે પણ હાઇપરટેન્શનથી પીડિત રહ્યાં નથી. તેમને હૃદયની પણ કોઈ બીમારી નથી. વધુ તપાસ કરવામાં જાણવા મળ્યું રાજહંસને લો ઇન્જેક્શન ફ્રેક્શન છે અને તેમની જલદીથી જલદી સર્જરી કરાવવાની આવશ્યક્તા છે.

Apple કંપનીના સીઈઓએ કરી આ વાત શેર
કોવિડ-19 (COVID-19)ના કારણે લગાવેલા પ્રતિબંધો વચ્ચે સર્જરીમાં ભેલ વિલંબ થયો, પરંતુ રાજહંસ તેમની Apple Watchના તેમના ઈસીજીની સતત તપાસ કરતા રહ્યાં. તેમના પિતાની સફળ સર્જરી બાદ સિદ્ધાર્થે કુકને તેની જાણકારી આપી, ત્યારબાદ સીઈઓએ ટ્વીટ કરી તેના જવાબમાં કહ્યું, સિદ્ધાર્થ આ વાતને શેર કરવા માટે આભાર. મને આ જાણીને ખુશી થઈ કે, તમારા પિતાની તબીબી સંભાળ સમય પર મળી અને આશા કરું છું કે તેઓ અત્યારે પહેલા કરતા સારા છે. અમારી ટીમ તમારી સાથે જોડાઈ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news