BSNL ના નેટવર્કના ધાંધિયામાંથી મળશે છુટકારો, સરકારને કરી ભલામણ
Trending Photos
સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL અને MTNL ની કનેક્ટિવિટી અને અન્ય ટેલિકોમ સેવાઓમાં ભવિષ્યમાં સુધારો થવા આશા જાગી છે. જોકે સંસદની એક સમિતિએ બીએસએનએલ અને એમટીએમએલ સહિત સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને પાટા પર લાવવાની ભલામણ માટે સરકારને એક વિશેષજ્ઞ સમિતિ રચવા માટે કહ્યું છે.
સંસદની લોક ઉપક્રમ સમિતિએ કહ્યું કે વિશેષજ્ઞોના સમૂહને ઓછામાં ઓછી કંપનીઓની સ્થિતિમાં સુધારા સુધી સાર્વજનિક ઉપક્રમોની સેવાઓને પ્રાથમિકતા આપવા માટે પગલા ભરવા વિશે ભલામણ કરવી જોઇએ. ભાજપના સાંસદ શાંતા કુમારની અધ્યક્ષતાવાળી સમિતિએ કહ્યું કે તેની સલાહ છે કે ખરાબ સ્થિતિ અને નુકસાનમાં ચાલી રહેલી કેંદ્વીય લોક ઉપક્રમોને સારી સ્થિતિમાં લાવવા માટે વિશેષજ્ઞોની ટીમની સલાહ લેવી જોઇએ.
ખાસકરીને એવી કંપનીઓ માટે આ વાત છે કે જે ટેક્નોલોજીના જટિલ ક્ષેત્રોમાં કામ કરે છે. તેમાં ટેક્નોલોજીને ઉન્નત કરવા માટે પણ સૂચનો આપવાની વાત કહેવામાં આવી છે.
(એજન્સી ઇનપુટ સાથે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે