'તમારા મૃત્યુની તારીખ છે...' મોતની ભવિષ્યવાણી કરે છે આ એપ, ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Death Clock App: ડેથ ક્લોક એપને ગૂગલ અને એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ તમને લાઈફસ્ટાઈલ, આદતો, બીમારીઓના ઈતિહાસના આધાર પર તમારી મૃત્યુની તારીખનું અનુમાન લગાવે છે. ચાલો તમને આ એપ વિશે વિગતવાર જણાવીએ.
Trending Photos
Death Clock App: એક એપ દાવો કર્યો છે કે તે કહી શકે છે કે તમારું મૃત્યુ ક્યારે થશે. અમે જે એપ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ડેથ ક્લોક છે. આ એપ ગૂગલ અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ તમારી જીવનશૈલી, આદતો, બીમારીઓના ઇતિહાસના આધારે તમારી મૃત્યુની તારીખનો અંદાજ લગાવે છે. આ એપ ચર્ચાનો વિષય બની છે. ચાલો તમને આ એપ વિશે વિગતવાર જણાવીએ.
આ વિગતો આપવાની રહેશે
એપમાં તમારે તમારા સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવાની હશે જેમ કે કોલેસ્ટ્રોલ, શુગર લેવલ, કસરત, પીવાનું પાણી, માનસિક સ્થિતિ અને સંબંધો વિશે જણાવવાનું રહેશે. એપ્લિકેશન 1200 ઈન્ટરનેશનલ લાઈફ એક્સપેક્ટન્સિ સ્ટડીના ડેટા પર આધારિત છે. જેમાં 53 મિલિયન લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
101 વર્ષ સુધી જીવશે
એક યુઝરે આ એપ ટ્રાય કરી અને પોતાના એક્સપીરિયંસ વિશે જણાવ્યું. એપમાં યૂઝરે દાદા-દાદીની ઉંમર, મિત્રો અને પરિવાર સાથે વિતાવેલા સમય અને માનસિક સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું હતું. સાચી માહિતી આપવા પર એપ એક ડરામણા ચહેરા સાથે તમારા મૃત્યુનો સમય અને કારણ બતાવે છે. એપે યુઝરને જણાવ્યું કે, તે 101 વર્ષ સુધી જીવશે અને કેન્સર, હૃદયની બીમારી અથવા અન્ય કોઈ ગંભીર બીમારીથી તેમની મોત થશે.
કારણ પણ બતાવી શકે છે
એપ તમને એ પણ જણાવે છે કે, તમે કઈ બીમારીથી મૃત્યુ પામી શકો છો. આ એપ ઘણા લોકોને એક્સાઇટિંગ લાગી રહી છે અને તેઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોને આ એપ્લિકેશન પસંદ નથી આવી, કારણ કે તે થોડી ડરામણી લાગે છે. એક વ્યક્તિએ કહ્યું કે, એપ્લિકેશને જણાવ્યું કે, મોડી રાત્રે ટાકો ખાવાથી તેમનું મૃત્યુ થઈ શકે છે.
બચવાના ઉપાયો પણ બતાવે છે
પરંતુ, એપ તમને તમારો જીવ બચાવવાના ઉપાયો પણ જણાવે છે. એપ એ પણ જણાવે છે કે તમે તમારી આદતો બદલીને તમારું આયુષ્ય વધારી શકો છો. એપ કહે છે કે, વજન ઉઠાવવું સ્વાસ્થ્ય માટે સારું છે. આ એપ ત્રણ દિવસ માટે ફ્રી છે પરંતુ જો તમે તેનો વધુ ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે પૈસા ચૂકવવા પડશે. એપનું માસિક સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે 15 ડોલર ચૂકવવા પડશે અને વાર્ષિક સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે 60 ડોલર ચૂકવવા પડશે.
એપના ડેવલપરે શું કહ્યું?
ડેથ ક્લોકના ડેવલપરનું કહેવું છે કે, આ એપ સ્ટાન્ડર્ડ લાઈફ ટેબલ કરતા વધુ સચોટ છે. જીવન ટેબલ એ એક એવુ ટૂલ છે જે જણાવે છે કે કોઈ વ્યક્તિ કેટલા વર્ષ જીવશે. ડેથ ક્લોક એપ તમને ઘણા પ્રશ્નો પુછે છે, જેથી તમને તમારી આદતો અને માનસિક સ્થિતિ વિશે માહિતી મળી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે