અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી જંગલમાં છોડી મુક્યો

અંબાજીમાં કારના એન્જિનમાં એક સાપ ફસાઈ ગયો હતો. આ દરમિયાન સાપને ઈજા થઈ હતી. ત્યારબાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હોમિયોપેથીક ડોક્ટરે તેની સારવાર કરી હતી. 

અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી જંગલમાં છોડી મુક્યો

અંબાજીઃ અત્યાર સુધી તમે ડોક્ટરોની સારવાર દ્વારા માનવોને નવજીવ મળ્યું હોવાની વાત સાંભળી હશે. બીજીતરફ પશુ ડોક્ટરો પણ હોય છે જે પશુઓની સારવાર કરતા હોય છે. પરંતુ અંબાજીમાં એક હોમિયોપેથીક ડોક્ટરે સાપની સારવાર કરી તેને નવજીવન આપ્યું છે. ત્યારે તમે પણ જાણો આ ડોક્ટરે કઈ રીતે સાપની સારવાર કરી.

અંબાજીમાં પાંચ ફુટ જેટલો લાંબો સાપ નીકળ્યો હતો. જેને જોતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે સ્નેક રેસ્ક્યુ ટીમના વ્યક્તિને બોલાવાયો હતો. પણ ત્યાર સુધી આ સાપ એક કારના એન્જિનમાં ઘૂસી ગયો હતોને રેસ્ક્યુ ટીમનો વ્યક્તિ આવતા સાપ કારની એન્જિનમાં ફસાયેલો હતો. ત્યારે એન્જિનમાંથી સાપ બહાર કાઢવાના ભારે પ્રયાસ કરાયા હતા. આ દરમિયાન સાપને ઈજા પણ થઈ હતી.

ત્યારબાદ આ સાપની સારવાર માટે કોઈ વેટેનરી ડોકટર નહિ પણ એક બી.એચ.એમ.એસ હોમિયોપેથીક ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાવવામાં આવી હતી. સાપને પાટા પીંડી કરવામાં આવી અને ત્યારબાદ તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતા ડોક્ટરે કહ્યું કે સાપને પાટાપીંડી કરવી એ મારા જીવનની પ્રથમ ઘટના છે. 

સાપની સારવાર કરનાર ડોક્ટર મયુરભાઈ ઠાકરે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ કે હજુ સુધી એવો કિસ્સો સામે આવ્યો નથી કે જ્યાં સુધી સાપની પાટાપીંડી કરી તેને સારવાર અપાઈ હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news