ગુજરાતનું આ મંદિર મહાકુંભમાં ભક્તોને પીરસશે શુદ્ધ ભોજન, 100 સેવકો મદદ માટે પહોંચી ગયા

Mahakumbh 2025 : આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ... પહેલા અમૃત સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ... આસ્થા અને આધુનિકતાનું અનોખુ સંગમ છે મહાકુંભ

ગુજરાતનું આ મંદિર મહાકુંભમાં ભક્તોને પીરસશે શુદ્ધ ભોજન, 100 સેવકો મદદ માટે પહોંચી ગયા

Maha Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી પ્રયાગરાજ નવોઢાની જેમ તૈયાર થઈ છે. ત્રિવેણી સંગમ ખાતે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. વિવિધ અખાડા અને તેના બાબાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેમ કે મહાકુંભનો મેળો છે. નવા વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજનો મહાકુંભ ધરતી પર સૌથી મોટી ઘટના, સૌથી મોટું આયોજન અને સૌથી મોટો માનવમેળો છે.  ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કુંભમેળા દરમિયાન પ્રયાગરાજ માં મહા અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 

પ્રયાગરાજ માં મહાકુંભ મેળા નું પ્રારંભ થઈ રહ્યો છે જેમાં યાત્રીઓ સેવા માટે યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહાકુંભ દરમિયાન મહા અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 થી વધુ સંતો અને સેવકો અને હરિભક્તો સેવા આપશે. મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં કરોડો ભક્તો મહાકુંભમાં આવશે. જેમાં પ્રયાગરાજ ખાતે રસોઈ બનાવવાના રોટી બનાવવાના મશીનો સહિત અતિ આધુનિક મશીન પહોંચાડી દેવામાં આવી છે. દરરોજ ભક્તોને સવાર અને સાંજે શુદ્ધ ભોજન પીરસવામાં આવશે તેવું વડતાલ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું. 

આજે 13મી જાન્યુઆરીથી શરૂ થનારો મહાકુંભનો મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આસ્થા અને ભક્તિના અનોખા સંગમમાં ડૂબકી લગાવવા માટે અંદાજે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે. કુંભના મેળાના ઐતિહાસિક અને અદભૂત બનાવવા માટે યોગી સરકારે તનતોડ મહેનત કરી છે. એવી માન્યતા છે કે મહાકુંભના મેળામાં સ્નાન કરવાથી તમામ પાપમાંથી મુક્તિ મળે છે. ત્યારે મહાકુંભમાં શાહી સ્નાનનું શુભ મુહૂર્ત ક્યારે છે તે પણ જાણવું જરૂરી છે. 

  • પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે...
  • જેમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 5:27 કલાકથી 6:21 કલાક સુધી રહેશે...
  • પ્રાત; સંધ્યા મુહૂર્ત સવારે 5: 54 કલાકથી 7:15 કલાક સુધી રહેશે...
  • વિજય મુહૂર્ત બપોરે 2:15 કલાકથી 2:57 કલાક સુધી રહેશે...
  • ગોધુલિ મુહૂર્ત સાંજે 5:42 કલાકથી 6:09 કલાક સુધી રહેશે...

આ સિવાય અન્ય શાહી સ્નાન પર નજર કરીએ તો બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થશે. ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે. ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરીએ થશે. પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરીએ થશે અને અંતિમ શાહી સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે.

45 દિવસ સુધી ચાલનારા મહાકુંભના મેળામાં શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટેકનોલોજીથી માંડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન સજ્જ છે. પહેલીવાર મહાકુંભમાં AI અને ચેટબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ખુલાસો પીએમ મોદીએ પહેલાં જ કરી દીધો હતો.

લાંબા સમયથી મહાકુંભની રાહ જોઈ રહેલાં શ્રદ્ધાળુઓ અને બાબાઓનો ઈંતેઝાર પૂરો થઈ ગયો છે. હવે પ્રયાગરાજની ધરતી પર સનાતનનો ઉત્સવ જોવા મળશે. સંતોનો સંગમ થશે. અધ્યાત્મ અને આસ્થાનો મહાસાગર ઉમટી પડશે અને 45 દિવસ સુધી મહાકુંભમાં ભવ્યતા અને દિવ્યતાનો અનોખો મહાસાગર જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news