કેશોદમાં તાંત્રિક વિધિ કરવાના નામ પર મહિલાને માર મારી આચર્યું દુષ્કર્મ, ગામના જ વ્યક્તિએ કર્યું કૃત્ય

કેશોદના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના જ ઈસમે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
 

કેશોદમાં તાંત્રિક વિધિ કરવાના નામ પર મહિલાને માર મારી આચર્યું દુષ્કર્મ, ગામના જ વ્યક્તિએ કર્યું કૃત્ય

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. ગત શુક્રવારના પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડો મારી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘરમાં સુખ શાંતિ અને ધંધા રોજગારીમાં આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રીએ મહિલાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં આરોપી રણજીત પરમારે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતેની જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે પંચાળા ગામનો રણજીત બધા પરમાર મારા પતિ ઘરની બહાર ગયા હતા ત્યારે મારા ઘરે આવ્યો હતો.  તાંત્રિક વિધિ કરવાના બહાને મને ઢોર માર મારી મારી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. મારી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ રણજીત પરમાર 10 થી 15 મિનિટમાં મારા ઘરેથી ભાગી ગયો હતો. જેને લઇને કેશોદ પોલીસ સ્ટેશનમાં મને જાનથી મારી નાખવાની ધમકી અને મારા પર દુષ્કર્મ ગુજાર્યું તે મામલે ફરિયાદ નોંધાવી છે. મારા પર દુષ્કર્મ ગુજારનાર રણજીત પરમારે મને કહ્યું કે જો તું કોઈને આ વાત કહી તો તને જાનથી મારી નાખીશ.

હું જ્યારે મજૂરી કામે જતી હતી ત્યારે એક દિવસ રણજીત પરમાર મને રોડ પર ભેગા થયા હતા. ત્યારે કામ ધંધામાં બરકત થાય અને ઘરમાં શાંતિ થાય તે માટે તાંત્રિક વિધિ મામલે મેં તેમને પૂછ્યું હતું. ત્યારે રણજીત પરમાર ગત શુક્રવારની રાત્રે 10:00 વાગ્યા આસપાસ મારા ઘરે આવ્યો હતો. જ્યાં તેમને દીવો પ્રગટાવી ઘરના દરવાજા બંધ કરી મને ઢોર માર્યો હતો અને ત્યારબાદ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ મામલે ડીવાયએસપી દિનેશ કોળીયા તારે જણાવ્યું હતું કે પંચાળા ગામે એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. જેમાં પંચાળા ગામના એક મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં ઘરમાં અશાંતિ રહેતી હતી અને ધંધા રોજગાર ચાલતા ન હતા. જેથી તેમને જાણવા મળેલ કે પંચાળા ગામના જ રણજીત બધા પરમાર નામનો વ્યક્તિ તાંત્રિક વિધિ કરે છે. 

આ વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. આ વાતોમાં આવી જઈ ભોગ બનનાર મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત બધા પરમારનો સંપર્ક કર્યો હતો. અને રણજીતે મહિલાને કહ્યું હતું કે આજે રાત્રે હું ઘરે આવી તાંત્રિક વિધિ કરી આપીશ જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારે શુક્રવારની રાત્રે મહિલાના પતિ તેના ઘરે ન હતા તે સમયે રણજીત નામનો ઈસમ તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરે ગયો હતો.રણજીત તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરનો દરવાજો બંધ કરી મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો ત્યારે મહિલાએ વિરોધ નોંધાવતા રણજીત પરમારે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news