કેબલ કાર પરથી 40 ફૂટ નીચે પડી નાની છોકરી, ના થયો વાળ પણ વાંકો, ચોંકાવનારો VIDEO વાયરલ
Viral Video: સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાની છોકરી કેબલ કારથી લટકતી જોઈ શકાય છે. થોડી વાર પછી છોકરી ઉપરથી પડે છે.
Trending Photos
Viral Video: ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક નાની છોકરી કેબલ કારને પકડીને લટકી રહી છે. કેબલ કાર પ્લેટફોર્મ છોડીને હવામાં આગળ વધી રહી છે. છોકરીને કેબલ કારની પાછળ લટકતી જોઈને લોકોની હાલત કફોડી થઈ ગઈ. છોકરી લગભગ 40 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી ગઈ હતી.
આ ઘટના ચીનના હેબઈના ઝાંગજિયાકોઉ સ્થિત જેન્ટિંગ રિસોર્ટ સિક્રેટ ગાર્ડનમાંથી જાણવા મળી રહી છે. કેબલ કારથી લટકતી છોકરીને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. આ મામલો 8 જાન્યુઆરીનો છે. છોકરીએ ચમકતા ગુલાબી સ્નોસૂટ પહેર્યું છે. થોડા સમય પછી છોકરીએ પકડ ગુમાવી દીધી અને લગભગ 40 ફૂટ (12 મીટર) નીચે બરફ પર પડી.
चीन में एक चीनी बच्चा स्की लिफ्ट से 40 फुट नीचे गिर गया किंतु उसे कोई चोट नहीं आई....
फानूस बनकर जिसकी हिफाजत हवा करे
वह शमा क्या बुझे जिसे रोशन ख़ुदा करे.......#FreePalestine 🇵🇸🇵🇸 pic.twitter.com/3L99uS8Hpg
— صَبَـͣـــꙺـــͣـــᷤــــا (@Saba_speak) January 11, 2025
નાની છોકરીને કોઈ ઈજા ન પહોંચી
નાની છોકરીને બચાવવા માટે ત્યાં હાજર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ નાની છોકરી રિસોર્ટમાં સ્કીઇંગની ટ્રેનિંગ લઇ રહી હતી. નાની છોકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આટલી ઊંચાઈ પરથી પડવા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. સ્થાનિક મીડિયા અનુસાર નીચે પડ્યા પછી છોકરીએ ઝાડની ડાળીઓ પર લટકતી હતી અને નરમ બરફે તેને બચાવવામાં મદદ કરી હતી.
પાછળથી આવતી અન્ય એક કેબલ કારમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો રેકોર્ડ કર્યો અને કહ્યું કે, આવા અકસ્માતો અટકાવવા માટે માતા-પિતા અને શિક્ષકોએ વધુ ધ્યાન આપવું જોઈએ. છોકરી નાની છે, તેથી શક્ય છે કે કોઈક રીતે કેબલ કાર સુધી પહોંચી ગઈ હોય અને લટકી ગઈ હોય. આવી સ્થિતિમાં વધુ સાવધાની રાખવી જોઈએ.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્ય થયું છે કે આટલી ઊંચાઈએથી પડી ગયા પછી પણ છોકરીને કંઈ થયું નથી, આ એક ચમત્કાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે