ભુલી જશો WhatsApp... Google લાવી રહ્યું છે ધાંસુ મેસેજિંગ એપ, કઈ કઈ સુવિધા મળશે જાણો

Google Messaging App: આ મેસેજિંગ એપ વોટ્સએપને ટક્કર મારે તેવી હોઈ શકે છે. આ એપ્લિકેશન આરસીએસ સપોર્ટેડ હશે જેમાં એવા ઘણા ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે જે યુઝર્સને વધારે સુવિધા આપે. 

ભુલી જશો WhatsApp... Google લાવી રહ્યું છે ધાંસુ મેસેજિંગ એપ, કઈ કઈ સુવિધા મળશે જાણો

Google Messaging App:  વોટ્સએપ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે જરૂરી એપ્લિકેશન બની ગયું છે. પરંતુ ટુંક સમયમાં લોકો  વોટ્સએપને ભૂલી જાય તેવું શક્ય બની શકે છે. કારણ કે ગૂગલ પોતાની નવી મેસેજિંગ એપ પર કામ કરી રહ્યું છે. આ મેસેજિંગ એપ વોટ્સએપને ટક્કર મારે તેવી હોઈ શકે છે. આ એપ્લિકેશન આરસીએસ સપોર્ટેડ હશે જેમાં એવા ઘણા ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે જે યુઝર્સને વધારે સુવિધા આપે. જે જાણકારી સામે આવી છે તે અનુસાર ગૂગલની મેસેજિંગ એપમાં મેસેજ મેનેજમેન્ટ, વિડીયો કોલ અને યુટ્યુબ વિડીયો જોવાની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં અન્ય સુવિધાઓનો પણ સમાવેશ આગામી સમયમાં કરવામાં આવશે.

ગૂગલે પોતાની મેસેજિંગ એપમાં નવું ફીચર પણ જોડી દીધું છે જેને વોઈસ નોટ નામ આપવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ નાના મેસેજને રેકોર્ડ કરીને શેર કરી શકે છે. આ ફિચરમાં યુઝર કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ પોતાના મેસેજને રેકોર્ડ કરી શકે છે. આ ફીચર એવા લોકો માટે કામનું છે જેમને ટાઈપીંગ કરવામાં અનુકૂળતા નથી આવતી.

રિપોર્ટ્સ અનુસાર ગૂગલના વોઇસ નોટમાં નોઈસ કેન્સલેશન ફીચર જોડવા પર પણ કામ કરી રહ્યું છે. જે અંતર્ગત વોઇસ મેસેજમાં રેકોર્ડિંગ દરમિયાન બેગ્રાઉન્ડમાં જે અવાજ આવે છે તેને હટાવી શકાય તેવી સુવિધા યુઝર્સને આપવામાં આવશે. જેથી યુઝરનો અવાજ મેસેજ મેળવનાર વ્યક્તિને સારી રીતે સાંભળવા મળે. 

ગૂગલની મેસેજ એપના બીટા વર્ઝનમાં એક નવું વોઇસ કેન્સલેશન ફિચર જોડવામાં આવી રહ્યું છે આ ફીચરમાં રેકોર્ડ કરેલા ઓડિયોમાંથી બેગ્રાઉન્ડ નોઈસને હટાવી શકાશે. તેના માટે ખાસ ડેડીકેટેડ બટન આપવામાં આવશે. બટન પર ટેપ કરવાથી ઓડિયો રેકોર્ડિંગ શરૂ થઈ જશે અને પછી વોઈસ કેન્સલ ફિચર લાગુ થશે. હાલ આ ફીચર ટેસ્ટીંગ ફેસમાં છે અનુમાન છે કે ટૂંક સમયમાં જ બધા જ યુઝર માટે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news