WhatsApp Call રેકોર્ડ કરવા માંગો છો, તો આ રહી સૌથી સરળ Trick
જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.
Trending Photos
નવી દિલ્લી : જ્યારે તમે કોલ પર કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે ઘણીવાર તમે કોઈ મહત્વની વાત અથવા નંબર નોંધી શકતા નથી, અને તમે તે કોલને રેકોર્ડ કરી લો છો. પરંતુ આ સુવિધા તમને વોટ્સએપ (WhatsApp) પર સરળતાથી મળતી નથી. જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ કોલ રેકોર્ડ કેવી રીતે થશે. તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.
એન્ડ્રોઈડ (Android) અને આઈફોન (iPhone) માં WhatsApp કોલને રેકોર્ડ કરવા માટે કેટલાક ખાસ Device ની જરૂર પડે છે.
એન્ડ્રોઇડમાં આ રીતે કરી શકાશે કોલ રેકોર્ડ
તેના માટે CUBE CALL RECORDER ને ડાઉનલોડ કરવું પડે છે. App ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાવ અને જેની સાથે તમારે વાત કરવી હોય તેને કોલ કરો. જો તમને ક્યુબ કોલ વિજેટ દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. જો તમારા ફોનમાં એરર (Error) દેખાઈ રહી છે તો ફરી એક વાર CUBE CALL RECORDER ખોલો અને APP ના સેટિંગમાં જઈને વોઈસ કોલમાં Force Voip પર ક્લિક કરો. ફરી એક વાર વોટ્સએપ કોલ કરો અને કોલ Connect થયા બાદ Record થઈ જશે. જો CUBE CALL RECORDER નથી દેખાઈ રહ્યું તેનો મતલબ કે તમારો કોલ રેકોર્ડ થઈ શકશે નહીં.
આઈફોન માટે અપનાવો આ ઉપાય
આઈફોન (iPhone) પર MaC ની મદદથી કોલ રેકોર્ડ કરી શકાય છે. લાઈટનિંગ કેબલની મદદથી આઈફોનને MaC સાથે કનેક્ટ કરો. આઈફોન પર Trust this computer દેખાશે, તેના પર ક્લિક કરો. પહેલી વખત MaC સાથે તમારો ફોન કનેક્ટ કરી રહ્યા છો, તો QuickTime ખોલો. ફાઈલ સેક્શનમાં ન્યુ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ હશે અને રેકોર્ડ બટનની નીચે Arrow નું નિશાન દેખાશે. એના પર ક્લિક કરીને તમને આઈફોન (iPhone) નો વિકલ્પ દેખાશે. તેના પછી QuickTime માં રેકોર્ડ બટન પર ક્લિક કરો અને તમારા WhatsApp પર કોલ કરો. કનેક્ટ થતાંની સાથે જ યુઝર આઈકોનને એડ કરો. પછી જેની સાથે વાત કરવી હોય તેને ફોન લગાવો અને ફોન રિસિવ થતાંની સાથે જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.
જોકે અહીં તમને એ પણ જણાવીએ કે બીજા વ્યકિતની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવા ગેરકાનૂની છે. જેથી તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેને કોલ રેકોર્ડિંગની જાણકારી અવશ્ય આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે