4000mAh બેટરી અને 6GB રેમની સાથે Huawei Enjoy 10s થયો લોન્ચ, જાણો કિંમત
આ ફોન માત્ર એક મોડલમાં મળશે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1599 ચીની યુઆન એટલે કે આશરે 16050 રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Huawei Enjoy 10s સ્માર્ટફોનને ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોન Enjoy 10ના લોન્ચના એક સપ્તાહ બાદ લોન્ચ કરવામાં આવ્યો છે. Huawei Enjoy 10s સ્માર્ટફોન Honor 20 Lite(Youth Edition)નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. તેમાં એમોલેડ ડિસ્પ્લે અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ સાથે વોટરડ્રોપ નોચ પણ આપવામાં આવી છે. તો તેમાં વર્ટિકલી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેનું પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે.
Huawei Enjoy 10sની કિંમત
આ ફોન માત્ર એક મોડલમાં મળશે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1599 ચીની યુઆન એટલે કે આશરે 16050 રૂપિયા છે. તેમાં મેજીક નાઇટ બ્લેક, એમેરલ્ડ ગ્રીન અને રિયલમ ઓફ ધ સ્કાઈ કલરમાં ખરીદી શકાશે. તેને Vmall પર પ્રી-ઓડર માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. તેની ડિલિવરી 11 નવેમ્બરથી થશે.
Huawei Enjoy 10s ના ફીચર
તેમાં 6.3 ઇંચની OLED ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 1080 x 2340 છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોન 2.2 ગીગાહર્ટ્ઝ ઓક્ટો-કોર કિરીન 710એફ પ્રોસેસર અને 6 જીબી રેમથી લેસ છે. તેમાં 64 જીબી સ્ટોરેજ પણ છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી મેમરી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ પર આધારિત EMUI 9.1.1 પર કામ કરે છે. ફોનને પાવર આપવા માટે 4000 એમએએચની બેટરી ાપવામાં આવી છે.
તે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
કેમેરા સેગમેન્ટની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેનું પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે જેનું અપર્ચર f/1.8 છે. બીજો 8 મેગાપિક્સલ અને ત્રીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 16 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈ-ફાઈ 802.11 b/g/n, બ્લૂટૂથ 4.2, જીપીએસ, યૂએસબી-સી અને 3.5mm ઓડિયો જેક જેવા ફીચર આપવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે