જો તમારી જાણ વગર તમારા નામ પર એકથી વધુ સીમ ચાલે છે તો આ રીતે કરો બ્લોક

કેટલાક લોકો તો એવા છે જેમના નામે એકથી વધારે સિમ કાર્ડ એક્ટિવ છે, અને તે પણ તેમની જાણ બહાર. આ જ કારણે ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ફ્રોડ કોઈ બીજું કરશે અને નામ તમારૂ આવી શકે છે. કેમ કે સિમ કાર્ડ તમારા નામે છે. જો તમને લાગે છે કે તમારા નામે એકથી વધુ સિમ છે તો તમે તે સિમને બ્લોક એટલે કે બંધ પણ કરાવી શકો છો.
 

જો તમારી જાણ વગર તમારા નામ પર એકથી વધુ સીમ ચાલે છે તો આ રીતે કરો બ્લોક

નવી દિલ્હી: આજકાલ ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફ્રોડ કરવાના પણ નવા નવા કિમીયો આવી રહ્યા છે. કેટલાક લોકો તો એવા છે જેમના નામે એકથી વધારે સિમ કાર્ડ એક્ટિવ છે, અને તે પણ તેમની જાણ બહાર. આ જ કારણે ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ફ્રોડ કોઈ બીજું કરશે અને નામ તમારૂ આવી શકે છે. કેમ કે સિમ કાર્ડ તમારા નામે છે. જો તમને લાગે છે કે તમારા નામે એકથી વધુ સિમ છે તો તમે તે સિમને બ્લોક એટલે કે બંધ પણ કરાવી શકો છો.

આ પોર્ટલથી જાણો
ભારતીય ટેલીકોમ વિભાગ દ્વારા એક વિશેષ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે જાણી શકો કે હાલમાં તમારા નામ પર કેટલા સિમ ચાલે છે. જો તમારી જાણ વગર કોઈ સિમ કાર્ડ તમારા આઈડી પર ચાલે છે તો તેને બ્લોક કરાવી શકો છો. સરકારી ગાઈડલાઈન્સ મૂજબ એક શખ્સ 9 મોબાઈલ કેનક્શન રાખી શકે છે. 

આ રીતે ચેક કરો

  • સૌથી પહેલાં https://tafcop.dgtelecom.gov.in/alert.php પર લોગ ઈન કરો.
  • હવે પોતાનો મોબાઈલ નંબર નાખો અને OTP નાખો. 
  • જે પછી તમારા એક્ટિવ કનેક્સનની ડિટેલ્સ જોવા મળશે.
  • તમે યૂઝર નંબર બ્લોક કરવાની રિક્વેસ્ટ સેન્ડ કરી શકો છો, જે તમારી જાણની બહાર છે.
  • તમારી રિક્વેસ્ટ બાદ તમને એક ટિકિટ નંબર મળશે, જેનાથી તમે મોકલેલી રિક્વેસ્ટ ટ્રેક કરી શકો છો.

ક્યાં સુધીમાં બ્લોક થશે નંબર?

  • તમારી રિક્વેસ્ટના માત્ર એક અઠવાડીયામાં આ સિમ કાર્ડ બંધ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news