સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, ટૂંક સમયમાં સેટ ટોપ બોક્સથી મળશે છુટકારો
Inbuilt TV Set Top Box: 2015 થી દૂરદર્શન ફ્રી ડીશ ધરાવતા પરિવારોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. કેપીએમજીના રિપોર્ટ અનુસાર, 2015માં દૂરદર્શન ફ્રી ડિશના ઉપયોગકર્તાઓની સંખ્યા અંદાજે બે કરોડ હતી. વર્ષ 2021માં આ સંખ્યા વધીને 4.3 કરોડ થઈ ગઈ છે.
Trending Photos
Inbuilt TV Set Top Box: જો તમે પણ ખાલી સમયમાં ટીવી જોવાનું પસંદ કરો છો પરંતુ સેટ ટોપ બોક્સ રિચાર્જ કરવાનું ભૂલી જાઓ છો અથવા તે મોંઘું પડી જાય છે, તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમે સેટ-ટોપ બોક્સથી છૂટકારો મેળવી શકશો. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે 200 થી વધુ ચેનલોને એક્સેસ આપવા માટે ઉત્પાદન સમયે જ ટેલિવિઝન સેટમાં સેટેલાઇટ ટ્યુનર લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કવાયતથી દર્શકોને 'ફ્રી ડિશ'વિના દૂરદર્શનના કાર્યક્રમો જોવાની સુવિધા મળશે. તેમણે કહ્યું કે 'ફ્રી ડિશ' પર સામાન્ય મનોરંજન ચેનલો નોંધપાત્ર રીતે વિસ્તરી છે, જેનાથી કરોડો દર્શકોને આકર્ષવામાં મદદ મળી છે. તેમણે પત્રકારોને કહ્યું, મેં મારા વિભાગમાં નવી શરૂઆત કરી છે. જો તમારા ટેલિવિઝનમાં બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર છે, તો અલગ સેટ-ટોપ બોક્સ રાખવાની જરૂર રહેશે નહીં. રિમોટની એક ક્લિક પર 200થી વધુ ચેનલો જોઈ શકશો.
આ પણ વાંચો:
BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?
માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free
આ મામલે હજુ નિર્ણય લેવાનો બાકી છે
જો કે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હજુ નિર્ણય લેવાનો બાકી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઠાકુરે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ટેલિવિઝન ઉત્પાદકોને સેટેલાઈટ ટ્યુનર્સ માટે બ્યુરો ઑફ ઈન્ડસ્ટ્રિયલ સ્ટાન્ડર્ડ્સ દ્વારા જારી કરાયેલા ધોરણોને અપનાવવા સૂચના આપી હતી.
'બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર' સાથેના ટેલિવિઝન સેટ, મકાનની છત અથવા દિવાલ જેવા યોગ્ય સ્થાન પર એક નાનો એન્ટેના લગાવીને ફ્રી-ટુ-એર ટેલિવિઝન અને રેડિયો ચેનલ સુવિધાઓની ઍક્સેસ આપશે. હાલમાં, ટેલિવિઝન દર્શકોએ વિવિધ પે-આધારિત અને ફ્રી-ટુ-એર ચેનલો જોવા માટે સેટ-ટોપ બોક્સ ખરીદવું પડે છે.
દૂરદર્શન દ્વારા પ્રસારિત ફ્રી-ટુ-એર ચેનલો ઍક્સેસ કરવા માટે પણ દર્શકે સેટ-ટોપ બોક્સનો ઉપયોગ કરવો જરૂરી છે. દૂરદર્શન એનાલોગ ટ્રાન્સમિશનને તબક્કાવાર બંધ કરવાની પ્રક્રિયામાં છે અને ડિજિટલ સેટેલાઇટ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને ફ્રી-ટુ-એર ચેનલોનું પ્રસારણ કરવાનું ચાલુ રાખશે.
2015થી દૂરદર્શન ફ્રી ડીશ ધરાવતા પરિવારોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. કેપીએમજીના રિપોર્ટ અનુસાર, 2015માં દૂરદર્શન ફ્રી ડિશના ઉપયોગકર્તાઓની સંખ્યા અંદાજે બે કરોડ હતી. વર્ષ 2021માં આ સંખ્યા વધીને 4.3 કરોડ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:
Malaika Arora એ કાતિલ અદાઓથી કર્યા ફેન્સને ઘાયલ, ટાઈટ વ્હાઈટ ગાઉનમાં શેર કર્યા Photo
અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું? વીડિયો વાયરલ
UP: બુલડોઝર એક્શન દરમિયાન માતા-પુત્રી જીવતા ભૂંજાયા, અનેક ઓફિસરો પર FIR
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે