Alert: WhatsApp યુઝર્સ ફોનમાં ભૂલથી પણ ના કરશો આ App ઇન્સ્ટૉલ, IRCTCએ આપી ચેતવણી

IRCTC એ જાહેર સુરક્ષા માટે સલાહ જારી કરી છે, જેમાં લોકોને irctcconnect.apk નામની શંકાસ્પદ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

Alert: WhatsApp યુઝર્સ ફોનમાં ભૂલથી પણ ના કરશો આ App ઇન્સ્ટૉલ, IRCTCએ આપી ચેતવણી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક જાહેર એડવાઈઝરી જારી કરી છે, જેમાં લોકોને 'irctcconnect.apk' નામની શંકાસ્પદ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા વિનંતી કરી છે. આ એપ WhatsApp અને ટેલિગ્રામ જેવા લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. IRCTCએ ચેતવણી આપી છે કે આ APK ફાઈલ હાનિકારક છે અને ઇન્સ્ટોલ થવા પર તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે.

આ એપમાં છેતરપિંડી કરનારાઓ IRCTCની એપ હોવાનો ડોળ કરે છે અને તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે તમારી UPI વિગતો અને અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે. તેથી, આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ટાળવું અને સમાન કોઈપણ શંકાસ્પદ એપ્લિકેશનથી સાવચેત રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે.

IRCTCની સંપૂર્ણ સૂચના અહીં વાંચો
Dear Customers,

It has been reported that a malicious Android application (irctcconnect.apk) hosted on phishing website (https://irctc.creditmobile.site) is being circulated over instant messaging platforms e.g. WhatsApp, Telegram, etc. This android app (APK file) is malicious and infects the mobile device. These fraudsters are sending phishing link in mass level and insisting users to download this android application, impersonating IRCTC official to trick victims into revealing their sensitive net banking credentials like UPI details, credit/debit card information etc.

In view of this, you are advised that please do not install this application and keep yourself safe from such fraudsters. Always download IRCTC’s authorized ‘IRCTC Rail Connect’ mobile app from Google Play Store or Apple Store.

Please note that IRCTC do not call its users/customers for their PIN, OTP, Password, Credit/Debit Card Details, Net Banking password or UPI details.

Warm Regards,

IRCTC LTD.

આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news