ફ્રીમાં IPL જોવા માટે Jio ના 4 ખાસ પ્લાન, મળશે અનલિમિટેડ કોલ અને ડેટાની સુવિધા

શુક્રવાર એટલે કે 9 એપ્રિલથી ક્રિકેટના મહાકુંભ આઈપીએલ ((IPL 2021) ની શરૂઆત થી રહી છે, જેન જોવા માટે ફેન્સ આતૂર છે. આઈપીએલ મેચોને ફોન પર જોવા માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. જો તમારી પાસે Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન નથી તો તમે Reliance Jio ના આ ચાર પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો. 
 

ફ્રીમાં IPL જોવા માટે Jio ના 4 ખાસ પ્લાન, મળશે અનલિમિટેડ કોલ અને ડેટાની સુવિધા

નવી દિલ્હીઃ ભારતમાં કરોડો લોકો ક્રિકેટના દિવાના છે. શુક્રવાર એટલે કે 9 એપ્રિલથી ક્રિકેટના મહાકુંભ આઈપીએલ ((IPL 2021) ની શરૂઆત થી રહી છે, જેન જોવા માટે ફેન્સ આતૂર છે. આઈપીએલ મેચોને ફોન પર જોવા માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. જો તમારી પાસે Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન નથી તો તમે Reliance Jio ના આ ચાર પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો. આ સાથે જીયોએ JioPhone યૂઝર્સ માટે Jio Cricket App લોન્ચ કરી છે. આ એપ જીયોફોન યૂઝર્સ માટે ફ્રી છે. આ એપ દ્વારા યૂઝર ક્રિકેટ સ્કોર જોઈ શકશે. 

જીયોના આ પ્લાનની સાથે ફ્રીમાં આઈપીએલ જોવાની મજા માણો
Jio 401 રૂપિયાવાળો પ્લાન

જીયોના 401 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનની સાથે ગ્રાહકોને 90 જીબી ડેટા મળે છે. તો પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસની સુવિધા મળે છે. સાથે યૂઝર્સને Disney+Hotstar VIP સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 

ONEPLUS9 સિરીઝની સુપર ડિજિટલ સ્માર્ટવોચ લોન્ચ, ફિચર્સ જોઈ થઈ જશો ફિદા

598 રૂપિયાવાળો Jio પ્લાન
જીયોના આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં સાથે તમને દરરોજ 2 જીબી ડેટા મળશે. તેની વેલિડિટી 56 દિવસની છે. ફ્રી અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા પણ સાથે મળશે. 

Jio નો 777 રૂપિયાનો પ્લાન
આ Jio Prepaid Plan ની સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની 5જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. 777 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. અહીં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનની ખાસ વાત છે કે તેમાં જીયો એપ્સ સિવાય Disney + Hotstar નું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. 

Vi ના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગની સુવિધા, સાથે ફ્રીમાં જોઈ શકશો IPL મેચ

Jio નો 2599 રૂપિયાનો પ્લાન
જીયોના આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ સિવાય 10 બીજી ડેટા એક્સ્ટ્રા મલે છે. ગ્રાહક કુલ 740 જીબી ડેટાનો લાભ લઈ શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને સાથે 100 એસએમએસની સુવિધા મળે છે. એક વર્ષ માટે હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news