7 વેરિએન્ટમાં મળશે નવી WagonR, જાણો કોની કેટલી છે કિંમત અને માઇલેજ
Trending Photos
મારૂતિએ પોતાની સૌથી પોપ્યુલર કાર WagonR ને લોન્ચ કરી દીધી છે. ખાસવાત એ છે કે તેની કિંમત જેને ફરી એકવાર પબ્લિક બજેટને ધ્યાનમાં રાખતા લોન્ચ કરી છે. કંપનીએ શરૂઆતી કિંમત ફક્ત 4.19 લાખ રૂપિયા રાખી છે. તો બીજી તરફ વધુમાં વધુ કિંમતની વાત કરીએ તો 5.69 લાખ રૂપિયા છે. કંપનીએ નવી WagonR ને 7 વેરિએન્ટમાં લોન્ચ કરી છે. આવો જાણીએ વેગન આરની કિંમત અને તેના દરેક વેરિએન્ટની માઇલેજ.
કેટલી છે માઇલેજ
નવી WagonR માં 1.2 લીટરનું K સીરીઝનું એન્જીન ઉપયોગમાં લેવામાં આવ્યું છે. આ ઉપરાંત મેન્યુઅલ ઓપ્શનમાં 1.0 લીટર K સીરીઝ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે બંને જ એન્જીન હાઇ ફ્યૂલ એફિશિયંસીની સાથે સારું પરફોર્મન્સ આપશે. કંપનીના અનુસાર નવી વેગન આરના બધા વેરિએન્ટની માઇલેજ લગભગ 25 Kmpl છે.
પ્રથમ વેરિએન્ટ
LXI મેન્યુઅલ- કંપનીએ તેને 1.0 લીટર પેટ્રોલ એન્જીનની સાથે લોન્ચ કર્યું છે. તેની કિંમત 4.19 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
બીજું વેરિએન્ટ
VXI મેન્યુઅલ- કંપનીએ તેને 1.0 લીટર પેટ્રોલ એન્જીન સાથે લોન્ચ કરી છે. તેની કિંમત 4.69 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
ત્રીજું વેરિએન્ટ
VXI મેન્યુઅલ- આ વેરિએન્ટ 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે મળશે. તેની કિંમત 4.89 રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
ચોથું વેરિએન્ટ
ZXI મેન્યુઅલ- આ વેરિએન્ટ 1.2 લીટર પેટ્રોલ એન્જીનની સાથે મળશે. તેની કિંમત 5.22 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
પાંચમું વેરિન્ટ
VXI AGS- આ વેરિએન્ટ 1.0 લીટર એન્જીન સાથે મળશે. આ વેરિએન્ટમાં ઓટો ગિયર શિફ્ટ (AGS) ની સુવિધા હશે. તેની કિંમત 5.16 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
છઠ્ઠુ વેરિએન્ટ
VXI AGS- આ વેરિએન્ટ 1.2 લીટર એન્જીન સાથે મળશે. આ વેરિએન્ટમાં ઓટો ગિયર શિફ્ટ (AGS)ની સુવિધા હશે. આ કિંમત 5.36 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
સાતમું વેરિએન્ટ
ZXI AGS- આ વેરિએન્ટ 1.2 લીટર એન્જીન સાથે મળશે. આ વેરિએન્ટમાં ઓટો ગિયર શિફ્ટ (AGS) ની સુવિધા હશે. આ કિંમત 5.69 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શો રૂમ) છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે