આવી ગયું મારુતિ વેગનઆરનું ફ્લેક્સ ફ્યૂલ મોડલ! ઓછા ખર્ચે દોટ મૂકશે આ કાર, જાણો વિશેષતાઓ
મારુતિ સુઝૂકી વેગનઆર કાર બજારમાં ખુબ પસંદગી પામતી કાર છે જેનું કારણ છે તેની બજેટ કિંમતની સાથે સાથે તે માઈલેજ પણ સારી આપે છે. હવે કંપની ફ્લેક્સ ફ્યૂલ વર્ઝનમાં વેગનઆરને રજૂ કરીને તેને વધુ પોકેટફ્રેન્ડલી બનાવી રહી છે.
Trending Photos
મારુતિ સુઝૂકી વેગનઆર કાર બજારમાં ખુબ પસંદગી પામતી કાર છે જેનું કારણ છે તેની બજેટ કિંમતની સાથે સાથે તે માઈલેજ પણ સારી આપે છે. હવે કંપની ફ્લેક્સ ફ્યૂલ વર્ઝનમાં વેગનઆરને રજૂ કરીને તેને વધુ પોકેટફ્રેન્ડલી બનાવી રહી છે. મારુતિએ દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી એક્સ્પોમાં તેને રજૂ કરી છે. જો કે આ ગાડીને ગત વર્ષ દિલ્હીમાં થયેલા ઓટો એક્સ્પો 2023માં પણ રજૂ કરી ચૂકાઈ છે. આ હેચબેક કેમ વધુ ખાસ બનવા જઈ રહી છે તેની ડિટેલ પણ તમને જણાવીશું.
પેટ્રોલ અને ઈથેનોલનું બ્લેન્ડ છે ફ્લેક્સ ફ્યૂલ
મારુતિએ પોતાની લોકપ્રિય હેચબેક વેગનઆર પોકેટ ફ્રેન્ડલી અને પ્રદૂષણની રીતે પણ સારી બનાવવા માટે તેમાં ફરીથી ફેરફાર કર્યા છે જો કે તેની ડિઝાઈનને કોઈ પણ ફેરફાર વગર યથાવત રાખવામાં આવી છે. વેગનઆરના આ મોડલને સુઝૂકી મોટર કોર્પોરેશન, જાપાનના સપોર્ટ સાથે મારુતિના સ્થાનિક એન્જિનિયરો દ્વારા સ્વદેશી રીતે વિક્સિત કરાઈ છે.
આ કાર 20 ટકા (E20) અને 85 ટકા (E85) એન્જિન વચ્ચે ઈથેનોલ-પેટ્રોલ મિશ્રણ પર ચાલી શકે છે. કંપનીએ કોલ્ડ સ્ટાર્ટ આસિસ્ટ માટે હીટેડ ફ્યૂલ રેલ અને ઈથેનોલ ટકાવારીની જાણકારી મેળવવા માટે ઈથેનોલ સેન્સર જેવી નવી ફ્યૂલ સિસ્ટમ ટેક્નિકને ડિઝાઈન કરી છે. આ ટેક્નોલોજી એન્જિનને હાઈ ઈથેનોલ મિશ્રણો (E20-E85) સાથે વધુ કમ્પિટેબલ બનાવવામાં મદદ કરે છે. તેમાં મિકેનિકલ કમ્પોનન્ટ્સ ઉપરાંત અન્ય કમ્પોનન્ટ્સને પણ નવી રીતે ડેવલપ કરાયા છે.
એન્જિન
ફ્લેક્સ ફ્યૂલ સાથે આવનારી મારુતિ વેગનઆરને 1.2 લીટર નોર્મલ એસ્પિરેટેડ 4 સિલિન્ડર એન્જિન સાથે રજૂ કરવામાં આવશે. જે 88.5bhp ના મેક્સિમમ પાવર અને 113NM નો હાઈએસ્ટ ટોર્ક જનરેટ કરશે. જેને 5 સ્પીડ મેન્યુઅલ સ્ટાન્ડર્ડ ગિયર બોક્સ સાથે રજૂ કરવામાં આવશે. જે ઈથેનોલ પેટ્રોલ મિક્સ ફ્યૂલ પર દોડવા માટે સક્ષમ હશે. જેનાથી પર્યાવરણને પણ તે ઓછું નુકસાન પહોંચાડશે.
કંપનીનું કહેવું છે કે ઈથેનોલ ફ્યૂલ બેસ્ડ વેગનઆર રેગ્યુલર આઈસીઈ-સંચાલિત (હાલનું મોડલ)ની સરખામણીમાં ટેલપાઈપ ઉત્સર્જનને 79 ટકા સુધી ઓછી કરી શકે છે. તેનો પાવર અને પરફોર્મન્સ રેગ્યુલર પેટ્રોલ વર્ઝનની જેમ જ રહેશે. મારુતિ સુઝૂકીએ પુષ્ટિ કરી છે કે તેનું પહેલું ફ્લેક્સ ફ્યૂલ મોડલ કોમ્પેક્ટ સેગમેન્ટમાં હશે. કંપનીનું કહેવું છે કે અમે અમારા ફ્લેક્સ ફ્યૂલ મોડલોને રજૂ કરવા માટે તૈયાર છીએ, પંરતુ જ્યાં સુધી આ પ્રકારનું ઈંધણ સમગ્ર ભારતમાં સરળતાથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
અત્રે જણાવવાનું કે દેશના કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ સતત વાહન નિર્માતાઓને ફ્લેક્સ ફ્યૂલ ટેક્નોલોજીને અપનાવવા અને ઉપયોગ કરવા પર ભાર મૂકી રહ્યા છે.
2025માં થઈ શકે છે લોન્ચિંગ
મારુતિની ફ્લેક્સ ફ્યૂલ વેગનઆર કાર આગામી વર્ષ સુધીમાં રસ્તાઓ પર દોડે તેવી શક્યતા છે. જે કિંમતના મામલે જો કે હાલના મોડલથી થોડી મોંઘી હોઈ શકે છે.
હેચબેક ગાડીઓ પર ભારે પડશે
મારુતિ વેગનઆર પોતાના સેગમેન્ટમાં પહેલેથી જ અન્ય ગાડીઓને ભારે ટક્કર આપે છે જેના ફ્લેક્સ ફ્યૂલ વેરિએન્ટમાં આવ્યા બાદ તે વધુ ટક્કર આપે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે