તૈયાર થઈ રહી છે એવી ચિપ જે મગજમાં લાઇવ સ્ટ્રીમિંગ કરશે સંગીત, ડિપ્રેશનથી છુટકારો અપાવશે
એલન મસ્કની કંપનીએ ન્યૂરોલિન્ક (Neuralink) નામથી એક બ્રેન ચિપ તૈયાર કરી છે. આમ તો આ પિચ બ્રેન ડિસોર્ડર (Brain disorder)ની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ તેને આધુનિક ટેક્નોલોજી જ સમજો. એક એવી ચિપ તૈયાર થી ચુકી છે જે મગજમાં ગીતોનું લાઇવ સ્ટ્રીમિંગ (live streaming) કરી શકે છે. વિશ્વની સૌથી ધનવાન કાર કંપની ટેલ્સાના સીઈઓ એલન મસ્ક (Elon Musk)એ આ વાતની પુષ્ટિ કરી છે. તેમની કંપનીએ એક એવી ચિપ તૈયાર કરી લીધી છે, જે મગજની અંદર જ સંગીતની મજા આપી શકે છે.
એક ટ્વીટરના જવાબમાં ખોલ્યું રાઝ
હકીકતમાં એલન મસ્કની કંપનીએ ન્યૂરોલિન્ક (Neuralink) નામથી એક બ્રેન ચિપ તૈયાર કરી છે. આમ તો આ પિચ બ્રેન ડિસોર્ડર (Brain disorder)ની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે. પરંતુ પ્રથમવાર તે પણ જણાવવામાં આવ્યું છે કે મગજની સારવારની સાથે ચિપ ઓનલાઇન ગીતનું પણ સ્ટ્રીમિંગ કરી શકે છે. એક ટ્વીટર યૂઝરે એલન મસ્કને પૂછ્યુ કે શુંન્યૂરોલિન્કથી ગીત પણ સાંભળી શકાય છે. તેનો જવાબ મસ્કે હામાં આપ્યો હતો.
If we implement neuralink - can we listen to music directly from our chips? Great feature. https://t.co/RwVLnS5JbL
— Austin Howard (@a_howard8) July 19, 2020
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ન્યૂરોલિન્ક બ્રેનને સુચારૂ રૂપથી કામ કરવા માટે ઉપયોગ થશે. આ ચિપ શરીરના હોર્મોન્સને પણ કંટ્રોલ કરવા માટે કામ કરશે. આ ચિપ બ્રેન ડિસોર્ડર માટે ઉપયોગ થવાની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)નું કામ પણ કરશે. એટલે કે બીમારીની સાથે શરીરના ઘણા જરૂરી કામ આ ચિપ કરી શકે છે.
જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે થોડા સમય પહેલા જ લોકોને આ ન્યૂરોલિન્ક ચિપ વિશે જણાવ્યું હતું. પરંતુ આ ચિપને બજારમાં લોન્ચ કરવાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કંપનીએ કહ્યુ કે, 28 ઓગસ્ટે એક મોટી જાહેરાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે