TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું  ફીચર ખાસ જાણો

જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.
TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું  ફીચર ખાસ જાણો

નવી દિલ્હી: જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.

શું છે નવું ફીચર?
મીડિયા રિપોર્ટ મુજબ ટિકટોકે યૂઝર્સના પરિવાર પર નિગરાણી માટે ફેમિલી પેરિંગ (Family Pairing) ફીચર લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા પેરેન્ટલ કંટ્રોલ ફીચરની મદદથી ઘરવાળા પોતાના બાળકોના એકાઉન્ટને લિંક કરી શકે છે. જાણકારી મુજબ પેરેન્ટ્સ તમારા એકાઉન્ટથી અપલોડ થતા વીડિયોઝ જોઈ શકે છે. આ સાથે જ એપથી ડાઈરેક્ટ મેસેજને શરૂ કે બંધ કરવાની સુવિધા પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તમે એપમાં કેટલી વાર સુધી રહી શકો છો તેનો નિર્ણય પણ લઈ શકે છે. 

જુઓ LIVE TV

જલદી શરૂ થશે સુવિધા
જાણકારોનું કહેવું છે કે ટિકટોકે તમામ 16 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સની એપ પર આ ફીચર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા ફીચરને કેટલાક દેશોમાં લાગુ કરાઈ ચૂક્યું છે. જલદી તે સમગ્ર દુનિયામાં લાગુ કરાશે. જો કે સમગ્ર દુનિયામાં લોન્ચ કરવા અંગે કોઈ અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news