Jio એ યૂઝર્સને આપી ભેટ, મોંઘા રિચાર્જની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

Jio એ યૂઝર્સને ભેટ આપી છે અને પ્લાનની કિંમત વધારવાની સાથે બે એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળવાનું છે. તેમાં યૂઝર્સને આશરે 600 રૂપિયાનો ઉાયદો થવાનો છે. તમે પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. 

Jio એ યૂઝર્સને આપી ભેટ, મોંઘા રિચાર્જની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

નવી દિલ્હીઃ જિયો તરફથી પ્લાનની કિંમતમાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ સાથે યૂઝર્સને કંપની તરફથી એક ભેટ આપવામાં આવી છે. જિયો તરફથી સાથે બે નવી મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. તે જિયો સેફ અને જિયો ટ્રાન્સલેટના નામથી માર્કેટમાં ઉતારવામાં આવી છે. તે જિયો યૂઝર્સનો એક્સીપિરિયન્સ શાનદાર બનાવવાની છે. જિયો દ્વારા ભાવ વધારવાની સાથે યૂઝર્સને થોડી રાહત જરૂર મળવાની છે.

Jio Safe-
Jio Safe નું અત્યારે ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ બાદમાં તમે તેને ખરીદવું પડશે અને તે માટે દર મહિને 199 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. તેવામાં કહી શકાય છે કે સિક્યોર કોલિંગ, મેસેજિંગ અને ફાઈલ ટ્રાન્સફર માટે તે ખુબ સારો ઓપ્શન સાબિત થવાનો છે. આ એપમાં પર્સનલ અને બિઝનેસ કમ્યુનિકેશન માટે સિક્યોરિટી પ્રોવાઇડ કરાવવામાં આવી છે. સાથે થ્રેટથી બચવા માટે આ એપને લાવવામાં આવી છે. 

Jio Translate-
Jio Translate એપ પણ એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેમાં  AI-પાવર્ડ મલ્ટી-લેંગ્વેજ કમ્યુનિકેશન ટૂલ આપવામાં આવ્યું છે. તે માટે મહિને 99 રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ એપની મદદથી વોયસ કોલ્સ, વોયસ મેસેજ, ટેક્સ્ટ અને તસવીરોને અલગ-અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકો છો. એટલે કે આ એપ તમારો સ્માર્ટફોન યૂઝ કરવાનો અનુભવ ખુબ શાનદાર બનાવશે.

એક વર્ષ માટે ફ્રી
જિયો યૂઝર્સે એક વર્ષ સુધી આ એપ્સ માટે કોઈ ચુકવણી કરવી પડશે નહીં. બંને એપ એક વર્ષ માટે સાવ ફ્રી આપવામાં આવી રહી છે. આ ઓફર 298 રૂપિયા પ્રતિ મહિને રહેવાની છે. કારણ કે ત્યારબાદ આ બંને એપ્સનું સબ્સક્રિપ્શન ખરીદવું પડશે. પરંતુ આ નિર્ણય પ્લાનની કિંમત વધારવા સાથે લેવામાં આવ્યો છે, જે યૂઝર્સને થોડી રાહત આપવાનો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news